કોરોનાની કઇ વેક્સિન લીધા બાદ યુવાવર્ગમાં હાર્ટ સંબંઘિત બીમારીમાં થયો વધારો, જાણો શું છે તેના લક્ષણો
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ સામે લડવા માટે વેક્સિનેશન અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે.જો કે યૂએસમમાં વેક્સિનેટ લોકોમાં જોવા મળેલ કેટલીક સાઇડ ઇફેક્ટે ચિંતા વધારી છે. જી હાં, અમેરિકાની સીડીસીના રિપોર્ટ મુજબ કેટલાક યુવાનોમાં વેક્સિન બાદ હાર્ટમાં સોજો અને બળતરાની ફરિયાદ જોવા મળી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવ્હાઇટ હાઉસમાં ટીમ બ્રીફિંગ દરમિયાન CDCના નિર્દેશક રોશેલ વાલેસ્કીએ કહ્યું કે, તેમણે કોવિડ-19ના વેક્સિન બાદ 300થી વધુ યુવકોમાં હાર્ટ ઇન્ફ્લેમેશનનો રિપોર્ટ મળ્યો છે. જો કે વેક્સિનેશનની તુલનામાં આ પ્રકારના મામલા ઓછા છે. જો કે યુવાવર્ગમાં આવા મામલા અપેક્ષાથી વધુ જોવા મળી રહ્યાં છે.
એડવાઇઝરી કમિટીનું કહેવું છે કે, બહુ જલ્દી હાર્ટ ઇન્ફલેમેશનની વચ્ચે જોવા મળેસ સંબંધ પર ચર્ચાં કરશે. જો કે, કમેટી તેમના કોવિડ -19 વેક્સિનેશન અભિયાનમાં કોઇપણ પ્રકારના ફેરફાર માટે ઇન્કાર કર્યાં છે. કમેટી વેક્સિન બાદ માયોકાર્ડિટિસ એટલે કે, હાર્ટ નબળો થવાના વધતાં જતાં કેસથી ચિંતિત છે.
CDCએ મેના અંતેમાં કોવિડ વેક્સિન બાદ માયોકાર્ડિટિસના કેટલાક મામલા પર નિરીક્ષણ કરવાનું શરૂ કરી દીધું હતું. રિપોર્ટમાં મહિલાની તુલનામાં પુરૂષોમાં માયોકાર્ડિટિસના વધુ કેસ જોવા મળ્યાં છે. આવા કેસ ફાઇઝર અને મોર્ડના વેક્સિનના બીજા ડોઝ બાદ વધુ જોવા મળી રહ્યાં છે.
એનબીસી ન્યુઝ મુજબ CDCએ ડોક્ટર્સ પાસે આવા કેસનો રિપોર્ટ માંગ્યો હતો. જેમાં વેક્સિન બાદ હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓ, માર્યોકાર્ડિટિસ અથવા પેરિકાર્ડિટિસના લક્ષણો જોવા મળી રહ્યાં છે.
માર્યોકાર્ડિટિસ અથવા પેરિકાર્ડિટિસના લક્ષણોમાં તાવ, થકાવટ, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ સામેલ છે.જો કે વેક્સિન બાદ જોવા મળેલ આ કેસમાં મોટાભાગના કેસ ગંભીર નથી.
કોવિડ-19 રિસ્પોન્સ ટીમ બ્રીફિંગ દરમિયાન વાલેસ્કીએ કહ્યું કે, ‘વેક્સિન બાદ આ પ્રકારના કેસ વધુ જોવા મળ્યા છે પરંતુ પુરતો આરામ અને યોગ્ય સારસંભાળથી તે લોકો સંપુર્ણ સાજા થઇ ગયા છે.વેક્સિન અને હાર્ટ સાથે જોડાયેલા કેસ પર એડવાઇઝરી કમેટીની થનાર ચર્ચામાં કેટલીક મહત્વની જાણકારી મળી શકે છે. તેનાથી સુરક્ષાના પ્રયાસને મજબૂતી મળશે.