Corona Virus : કોરોના સંક્રમિત થયા બાદ આ બાબતોનું રાખો ધ્યાન ઝડપથી આવશે રિકવરી
સવારનો કુમળો તાપ લો. સવારના કુમળા તાપમાં વિટામિન-D હોય છે અને તેનાથી એનર્જી મળે છે. તેથી આપને દરરોજ 30 મિનિટ સુધી તાપ લેવો જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સંક્રમિત થયા બાદ આપ ઓક્સિજન લેવવ નોર્મલ રાખવા માટે પ્રાણાયામ કરી શકો છો. અનુલોમ-વિલોમ, ભ્રામરી, કપાલભાતિ અને ભસ્ત્રિકા પ્રાણાયામ ઓક્સિજન લેવલને નોર્મલ રાખે છે.
મોરિંગા સપૂ હાંડકાને મજબૂત કરે છે. જે ઓષધીય ગુણોથી પણ ભરપૂર છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. જે થકાવટ અને શરીરની નબળાઇને દૂર કરે છે.
કોરોનાથી રિકવર થયા બાદ સવારે નાસ્તામાં ખજૂર, અખરોટ, કિશમિશ, બદામ લઇ શકો છો.. મખાના પણ બેસ્ટ ઇમ્યૂન બૂસ્ટર છે. બદામને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરો.
જીરા, કોથમીર, વરિયાળીથી બનેલી ચા દિવસમાં બે વખત પીવો.તેનાથી પાચન ક્રિયા સારી રહે છે. જમ્યા બાદ એક કલાક બાદ પાણી પીવું જોઇએ. આ સિવાય આપ ઇમ્યુનિટી વધારવા માટે હર્બલનો પણ ઉપયોગ કરી શકો છો.