કોરોનાના ક્યા દર્દીઓમાં મોતનું જોખમ વધારે ? કોરોનાથી બચવા ઘરે શું કરવું જોઈએ ?
દેશમાં કોરોનાની બીજી લહેર સરકાર, સ્વાસ્થ્ય વ્યવસ્થાથી માંડીને સામાન્ય લોકો માટે એક પડકારૂપ બની રહી છે. આ સ્થિતિમાં ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ કરવી જરૂરી છે. તો આપ ઘરે બેસીને કેવી રીતે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ ટાળી શકો છો જાણો...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના સમયમાં ઇમ્યુનિટી મજબૂત કરવા માટે ખોરાક પર ધ્યાન આપવાની સાથે વર્કઆઉટ પણ જરૂરી છે. એક અધ્યનનો પણ દાવો છે કે, મહામારીમાં તે ફિઝિકલ એક્ટિવિટી નથી કરતાં તેવા લોકોમાં મૃત્યુનું જોખમ વધુ છે.
કોરોના વાયરસના જોખમથી બચવા માટે બેલેસ્ડ ફૂડની સાથે એક્સરસાઇઝ અને યોગ પણ એટલા જ જરૂરી છે.એક જગ્યાં કલાકો સુધી બેસી રહેવાની આપણી જીવનશૈલી હાલ મહામારીમાં ઘાતક સાબિત થઇ શકે છે.
જે લોકો બિલકુલ ફિઝિકલ વર્ક નથી કરતા, સાવ બેઠાડું જીવન છે. તેવા લોકોમાં સંક્રમિત થયા બાદ મોતનું જોખમ વધી રહ્યું છે. એક સર્વમાં પણ આવી તારણ સામે આવ્યું છે. તેથી મહામારીમાં જાતના રક્ષણ માટે વર્કઆઉટ પણ જરૂરી છે.
સ્ટડીમાં જાણવા મળ્યું કે જે લોકોના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યા છે અને જેમની ઉંમર વધારે છે, માત્ર તે લોકોને એક્સર્સાઈઝ ન કરતા લોકોની તુલનામાં કોવિડથી મૃત્યુનું જોખમ વધારે છે.
અભ્યાસના તારણ મુજબ જે લોકોને કાર્યશીલ લોકો કરતા આળસુ અને ફિઝિકલ એક્ટિવિટી ન કરનાર લોકોમાં 20 ટકા સંક્રમણ જોખમી બની જાય છે. તો કોરોનાની મહામારીમાં વોકિંગ, યોગાસન,પ્રાણાયમને આપની દિનચર્યામાં સામેલ કરવાથી સંક્રમણને જોખમી બનતું તો અટકાવી જ શકાય છે