Covid-19: કોરોના સંક્રમિત દર્દીએ આ વસ્તુ ન ખાવી જોઇએ નહિ તો રિકવરી આવતા લાગશે સમય
કોરોના સંક્રમિત લોકોએ એવું ભોજન લેવું જોઇએ. જેનાથી ઇમ્યૂન સિસ્ટમ પ્રભાવિત થાય. સંક્રમણ દરમિયાન પૌષ્ટિક ડાયટ લેવું જરૂરી છે. તો જાણીએ કેવુ ડાયટ લેવાથી સંક્રમણથી ઝડપથી રિકવરી નથી આવતી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના દર્દીએ બજારમાં મળતા પેકેટસના ફૂડને અવોઇડ કરવું જોઇએ. તેમાં પ્રિઝેર્વેટિવ્સ અને સોડિયમની માત્રા વધુ હોય છે. જેનાથી શરીર પર સોજો આવી જાય છે અને રોગપ્રતિકારક શક્તિને તે પ્રભાવિત કરે છે.
કોરોના સંક્રમિત દર્દીએ કોલ્ડડ્રિન્ક ન પીવું જોઇએ. તેનાથી ગળામાં ઇન્ફેકશન વધી શકે છે અને પેટમાં સોજો આવી શકે છે. જેની વિપરિત અસર રોગપ્રતિકારક શક્તિ પર પડે છે.
કોરોનાના દર્દીને સંક્રમણ સમયે અને રિકવરી બાદ પણ તળેલો અને સ્પાઇસ આહાર ન આપવો જોઇએ. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે. ખાંસીની સમસ્યા વધી શકે છે. તો તળેલા સ્પાઇસી ખોરાકને અવોઇડ કરવો જોઇએ.
જંકફૂડ પણ કોરોના સંક્રમિત વ્યક્તિએ અવોઇડ કરવું જોઇએ. પિત્જા, બર્ગરનું સેવન ન કરવું જોઇએ.જેની સ્વાસ્થ્ય પર હંમેશા ખરાબ અસર પડે છે. તેનાથી ઇમ્યૂન સિસ્ટમ પણ ડાઉન થાય છે.