ભારતમાં ક્યારે થશે કોરોના ખતમ, એકસ્પર્ટનો શું મત છે? વૈજ્ઞાનિકોએ બતાવી આ તારીખ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,078 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4187 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,18,609 લોકો ઠીક પણ થયા છે. આ સ્થિતિમાં કોરોની બીજી લહેરની પીક અને તેની સમાપ્તી અંગે એકસ્પર્ટે તારણો રજૂ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની બીજી લહેર તબાહી સર્જી રહી છે. આ સ્થિતિમાં એક્સપર્ટનો દાવો છે કે. બીજી લહેર મે માસના મધ્યમાં એટલે કે 15થી 20 વચ્ચે પીક પર આવશે અને મે માસના અંત સુધીમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થઇ જશે.
સરકારના મેથિમેટિકલ મોડલિંગ એકસ્પર્ટ પોફેસર એમ. વિદ્યાસાગરે પીક વિશે વાત કરતા જણાવ્યું કે. સંયુક્ત રીતે જોઇએ તો હાલ બીજી લહેરમાં હાલ કોરોના પીક પર છે અથવા તો પીકની બહુ નજીક છે.
જો પ્રોફેસર વિધાસાગરનો અંદાજ યોગ્ય સાબિત થયો તો આખા દેશ માટે તે મોટી રાહત હશે. કારણે કે તેમના મત મુજબ આ સપ્તાહના અંત સુધીમાં દેશ કોરોનાની બીજી લહેરને પાર કરી જાશે.
એક્સ્પર્ટના મત મુજબ ભારતમાં કોરોનાની બીજી લહેર મે મહિનાના અંત સુધીમાં ખતમ થઇ જશે. તો બીજી તરફ ત્રીજી લહેરની સપ્ટેમ્બર કે નવેમ્બરમાં આવે તેવા સંકેત વૈજ્ઞાનિકો આપી રહ્યાં છે.