Coronavirus in India: કેરળ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં કોરોનાએ બગાડી સ્થિતિ, જાણો શું છે દેશના તમામ રાજ્યોનો હાલ............
India Coronavirus Update: દેશમાં ઓમિક્રૉનના કારણે ત્રીજી લહેરે તબાહ મચાવી દીધી છે. જોકે દેશમાં હાલ એકપણ રાજ્ય એવુ નથી જ્યાં સ્થિતિ સારી હોય, દરેક રાજ્યમાં સ્થિતિ ચિંતાજનક સપાટી પર પહોંચી છે. દેશમાં સૌથી ખરાબ સ્થિતિ કેરાળ અને મહારાષ્ટ્રમાં બની છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 54 હજારથી વધુ કેસો નોંધાયા છે, જ્યારે 13 લોકોના મોત થઇ ગયા છે. જાણો દેશના તમામ રાજ્યોમાં શું છે કોરોનાના હાલની સ્થિતિ...........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હી- દેશની રાજધાની દિલ્હીમં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,044 નવા કેસો સામે આવ્યા છે. વળી, 8,042 લોકો ડિસ્ચાર્જ થયા અને 25 લોકોના મોત થયા છે. દિલ્હીમાં એક્ટિવ કેસોની સંખ્યા 29,152 થઇ ગઇ છે.
મહારાષ્ટ્ર- મહારાષ્ટ્રમાં કોરોનાના 24,948 નવા કેસો સામે આવ્યા છે. વળી, 45,648 દર્દીઓ સાજા થયા છે. આ બધાની વચ્ચે 103 દર્દીઓના મોત થયા છે. રાજ્યામાં હજુપણ એક્ટિવ કેસની સંખ્યા 2,66,586 છે.
તામિલનાડુ- તામિલનાડુમાં કોરોના વાયરસના 26,533 નવા કેસો સામે આવ્યા છે. 28,156 લોકો ડિસ્ચાર્જ થયા અને 48 લોકોના મોત થઇ ગયા છે. કોરોના રાજ્યમાં કુલ એક્ટિવ કેસો સંખ્યા વધીને 2,11,863 થઇ ગઇ છે.
કેરળ- કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54,537 નવા કેસો સામે આવ્યા છે. આ દરમિયાન 30,225 દર્દીઓ ઠીક થયા છે, વળી 13 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3,33,447 થઇ ગઇ છે. વળી, અત્યાર સુધી 52,786 લોકોના મોત થઇ ચૂક્યા છે.
ઝારખંડ- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 912 નવા કેસો સામે આવ્યા છે. આ દરમિયાન 2,599 લોકો ડિસ્ચાર્જ થયા છે અને 6 લોકોના મોત થયા છે. કુલ એક્ટિવ કેસોની સંખ્યા 10,383 થઇ ગઇ છે.
ઉત્તરાખંડ- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,813 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 3,042 લોકો ડિસ્ચાર્જ થયા અને 7 લોકોના મોત થઇ ગયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 30,927 થઇ ગઇ છે.
પશ્ચિમ બંગાળ- પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના 3,805 નવા કેસો સામે આવ્યા છે. 13,767 લોકો ડિસ્ચાર્જ થયા છે અને 34 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા હવે 45,729 થઇ ગઇ છે. રાજ્યમાં કુલ કેસો હવે 19,86,667 થઇ ગયા છે, જ્યારે 20,515 લોકોના મોત થયા છે.
આસામ- આસામમાં કોરોના વાયરસના 2,861 નવા કેસો સામે આવ્યા છે. 6,002 દર્દી ડિસ્ચાર્જ થયા અને 21 લોકોના મોત થયા છે. કોરોનાના રાજ્યમાં કુલ કેસો 7,11,391 થઇ ગયા છે. વળી 6,400 લોકોનુ અત્યાર સુધી મોત થઇ ચૂક્યુ છે.