વારંવાર હાથમાં ના લગાવશો Sanitizer, વધારે પડતો યૂઝ આ રીતે કરી શકે છે નુકશાન, જાણો.....
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણથી બચવા માટે તમને વારંવાર હાથ ધોવા અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. મોટાભાગના લોકો આવુ કરે છે, પરંતુ શું તમે જાણો છો સેનિટાઇઝરનો ઉપયોગ ખુબ સાચવીને કરવો જોઇએ. આનો વધુ પડતો ઉપયોગ કરવાથી સ્કિન-ચામડીને લગતી પરેશાનીઓ થઇ શકે છે. આજે અમે તમને સેનિટાઇઝરથી સ્કિન-ચામડી પર થતી અસર વિશે બતાવી રહ્યાં છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેનિટાઇઝરમાં સું હોય છે? ..... જાણકારીનુ માનીએ તો સેનિટાઇઝરમાં ખુબ મોટા પ્રમાણમાં ઇથાઇલ, આલ્કોહૉલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહૉલ અને એન્ટી બેક્ટેરિયલ કેમિકલ હોય છે, જે આપણી ચામડી પરથી બેક્ટેરિયા અને વાયરસને ખતમ કરી દે છે. આ આપણને કેટલાય પ્રકારના વાયરસ અને બેક્ટેરિયાથી બચાવે છે.
ચામડીને કઇ રીતે થાય છે નુકશાન? ... એક્સપર્ટ્સનુ માનીએ તો વારંવાર સેનિટાઇઝરનો ઉપયોગ કરવાથી આપણી ચામડી ડ્રાય અને લાલ થઇ જાય છે. આ ઉપરાંત આનાથી ખંજવાળ પણ આવી શકે છે.
સેનિટાઇઝરમાં કેટલાય એસિડિક એજન્ટ (લીંબુ અને સિરકા) હોય છે. જેનાથી તમારી ચામડીમાં બળતરા પણ થઇ શકે છે. જો તમારી સ્કિન એકદમ સેન્સેટિવ છે તો તમારે સેનિટાઇઝરનો ઉપયોગ ઓછો કરવો જોઇએ.
શું હોઇ શકે છે વિકલ્સ? .... જો તમને સેનિટાઇઝરનો ઉપયોગ કર્યા બાદ સ્કિન સંબંધિત કોઇપણ પ્રકારની પરેશાની થઇ રહી છો, તે તમે સેનિટાઇઝરની જગ્યાએ સાબુથી હાથ ધોઇ શકો છો.
કેટલાય સ્ટડીમાં સામે આવ્યુ છે કે, સાબુથી 20 સેકન્ડ સુધી હાથ ધોવા, સેનિટાઇઝરના બરાબર પ્રભાવી છે. જો તમને વધુ તકલીફ થઇ રહી છે તો જલ્દી સ્કિન એક્સપર્ટ (ડર્મેટોલૉજિસ્ટ) પાસે સલાહ લેવી જોઇએ.