Coronavirus symptoms : ડાયાબિટીસ હોય તો કોરોનાના આ 5 લક્ષણોને ન કરો નજર અંદાજ, નહિ તો ચિંતા વધી શકે છે
પહેલાથી કોઇ બીમારીથી પીડિત હોય તેના માટે કોરોના વધુ ખતરનાક સાબિત થઇ રહ્યો છે. ડાયાબીટીસ પણ આ બીમારીઓમાંની એક છે. ડાયાબિટીસ કોરોનાના દર્દીની મુશ્કેલી વધારે છે. આમ તો કોવિડની લહેર સ્વસ્થ લોકોને પણ તેની ઝપેટમાં લઇ રહી છે પરંતુ તેમ છતાં ડાયાબિટીસના દર્દીઓને તેની ગંભીરતા વધુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્લડ ગ્લુકોઝનું ખરાબ સ્તર ઇન્સુલિન ઉત્પાદન પર ખરાબ અસર પાડે છે. તેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી થવા લાગે છે. ઉપરાંત ડાયાબીટીસના દર્દીઓને બ્લડ ફ્લો ખૂબ સારૂં નથી હોતું તેથી તેને રિકવરીમાં વધુ સમય લાગે છે.
ડાયાબિટીના દર્દીઓને જો કોરોના થઇ જાય તો તેમના માટે વાયરસ લોડ સામે લડવું મુશ્કેલ થઇ જાય છે. ઉપરાંત અન્ય બીજી બીમારીનું જોખમ પણ વધી જાય છે. ડાયાબીટીશના દર્દીઓને શ્વાસ ફુલવાની અને હૃદય ફેફસાં સંબંધિત સમસ્યા થવાની શક્યતા વધુ રહે છે.
ડાયાબિટીસના દર્દીઓમાં કોવિડમાં કેટલાક અન્ય લક્ષણો પણ જોવા મળે છે. તેના પર ધ્યાન આપવું જરૂરી છે. જાણીએ ક્યાં છે, આ લક્ષણો. જો દર્દીમાં નખ અને સ્કિન પર લાલ ધાબા દેખાય છે. ઉપરાંત ઘાવમાં રૂઝ નથી આવતી જે હાઇ બ્લડ શુગરના સંકેત આપે છે.
કોરોનાના દર્દીમાં ન્યુમોનિયા થાય તો તે ગંભીર સ્થિતિ સર્જી શકે છે. હાઇ બ્લ્ડ શુગરમાં વાયરસ શરીરમાં સરળતાથી ફેલાઇ જાય છે અને બીજા અંગોને નુકસાન કરે છે. આ કારણે જ ડાયાબિટિસના દર્દીઓમાં ઓક્સિજનનું લેવલ ડાઉન થઇ જાય છે.