કોવિડ-19: કોરોનનો ડબલ મ્યૂટન્ટ આ કારણે બની રહ્યો છે વધુ ઘાતક, જાણો એકસપર્ટે શું કહી વાત
યૂકે વેરિએન્ટ વધુ સંક્રામક છે. જે કોરોનાના ગંભીર લક્ષણો પેદા કરે છે. આ ડબલ મ્યૂટન્ટ ક્યાં કારણે વધુ સંક્રમક અને ઘાતક છે. શું કહે છે એકસ્પર્ટ જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી પહેલા મ્યૂટન્ટ વેરિયન્ટ B.1617ના કેસો મહારાષ્ટ્રમાં જોવા મળ્યાં. ભારતમાં યૂકે, બ્રાઝીલ, સાઉથ આફ્રિકાના વેરિયન્ટ જોવા મળ્યાં છે. ભારતમાં 13,000 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાં 3532 કેસ વેરિએન્ટ ઓફ કંસર્નના છે. જ્યારે 1527 લોકલ વેરિએન્ટ B.1.617 મળ્યાં છે.
એક્સપર્ટના મત મુજબ B.1617 વેરિયન્ટના બંને મ્યુટેશન E484Q અને L425R વાયરસના સ્પાઇક પ્રોટીનના ભાગમાં મોજૂદ છે. સ્પાઇક પ્રોટીન કોરોના વાયરસનો બહારનો હિસ્સો છે. જેના દ્રારા વાયરસ માનવ શરીરની કોશિકામાં દાખલ થાય છે. આ બંને સ્પાઇક મ્યૂટેશન ઇમ્યુનિટીને પણ ચકમા દેવામાં સક્ષમ છે, તેથી તેની સંક્રમક ક્ષમતા વધુ છે અને તે વધુ ઘાતક સાબિત થઇ રહ્યો છે.
આંધ્રપ્રદેશમાં કોરોનાનો એક વધુ વેરિઅન્ટ N440K જોવા મળ્યો છે. જે 15 ગણો વધુ સંક્રામક ગણવામાં આવી રહ્યો છે.