Tourist Destinations: શિમલા મનાલીમાં ભીડ, મોંઘુ થયું ધર્મશાળા, આ 5 સ્થાન આપશે મનને શાંતિ
લોડાઉનમાં છૂટછાટ મળતાંની સાથે જ શિમલા,મનાલી,ધર્મશાળા અને મસૂરી જેવા ટૂરિસ્ટ સ્પોટ પર ટૂરિસ્ટની ભીડ જોવા મળી રહી છે. જેના પગલે અહીં હોટલના રૂમ પણ મોંઘા થઇ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલેહની જગ્યા સ્પીતિ વેલી: હિમાચલ પ્રદેશમાં સ્થિત સ્પીતિને એક નાનકડો તિબ્બત કહેવાય છે. પર્વત અને ગ્લેશિયરોથી ઘેરાયેલ આ વિસ્તારમાં કેટલાક મોનેસ્ટ્રીજ અને નાના મોટા ગામ છે. જે ટૂરિસ્ટનું સ્વાગત કરે છે. અહીં આપ દુનિયાના સૌથી મોટો ગ્લેશિયર બારા શીગ્રી પણ નિહાળવા માટે જઇ શકો છો.અહીં આપ ટ્રેકિંગ અને જીપ સફારીની મોજ પણ માણી શકો છો.
મસુરીની જગ્યા ચકરાતા: જો આપ ઘનઘોર જંગલ અને ઝરણા વચ્ચે શાંતિની પળો વિતાવવા ઇચ્છતા હો તો મસૂરીની જગ્યા ચકરાતા અવશ્ય જજો. અહીં આપ ટ્રેકિંગની પણ મોજ માણી શકો છો.
કસૌલીની જગ્યા બરોગ:ટૂરિસ્ટમાં કસૌલીની બરોગ એક ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. તેથી અહીં વીકએન્ડ પર પણ જઇ શકો છો, બરોગથી આપ હિમાલયના ઊંચા શિખરોનો નજારો માણી શકો છો.
માથેરાન: મુંબઇમાં રહેતા લોકો શુકુના કેટલાક પળ વિતાવવા ઇચ્છતાં હોય તો જ્યાં આપ પહાડીની સુંદરતા અને ટોય ટ્રેનના પ્રવાસથી કુદરતની નજીકથી નજારો માણી શકો છો. અહીં મોટરની અંદર એન્ટ્રી પર પ્રતિબંધ છે.