Cyclone Tauktae: મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી
વાવાઝોડા તૌક્તેએ મુંબઈને પરેશાન કર્યું છે. વાવાઝોડાની અસર મહારાષ્ટમાં જોવા મળી હતી. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે. 180 કિલોમીટર પ્રતિ કલાકથી પવન ફૂંકાઈ રહ્યો છે. રાત્રે આઠ વાગ્યે તૌક્તે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. મુંબઈ અને સુરત એરપોર્ટને બંધ કરવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈમાં મસ્જિદ સ્ટેશન પાસે ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે સીએસટી-વડાલા વચ્ચે યૂપી/ડીએન હાર્બર લાઈન સેવાઓ બપોરે 1.20 વાગ્યાથી બંધ છે. ટ્રેનો મેનલાઈન, ટ્રાંસ હાર્બર લાઈન, બીએસયૂ(ઉરણ) લાઈન અને વડાલા-પનવેલ વચ્ચે હાર્બર લાઈન પર ચાલી રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાવાઝોડાને લઈ વાતચીત કરી છે. વાવાઝોડા તૌક્તેની સ્થિતિને લઈ તેમણે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે.
એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું વાવાઝોડાને લઈને મહારાષ્ટ્ર સરકાર છેલ્લા 3 દિવસથી સતર્ક છે. તમામ જિલ્લાઓને સતર્ક રહેવા આદેશ અપાયા છે. સતત વરસાદ થઈ રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે વાવાઝોડાના કારણે મુંબઈમાં બીકેસીના કોવિડ કેર સેન્ટરને બંધ કરી દેવામાં આવ્યું છે. 193 દર્દીઓ, જેમાં 73 દર્દી આઈસીયૂમાં હતા, અલગ-અલગ હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર પાલઘરના જિલ્લાઅધિકારીએ કહ્યું વાવાઝોડાના કારણે ભારે પવન ફૂકાશે અને વરસાદ પણ થશે. જિલ્લામાં બપોરે 2 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી હાઈએલર્ટ છે. જે લોકો પાસે કાચા મકાનો છે તેઓ પાકા મકાનોમાં અથવા તો જિલ્લા પરિષદની શાળાઓમાં જતા રહે. ઘરથી બહાર ન નિકળો. મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે.