દેહરાદૂનમાં કૂતરો બેઠો ભૂખ હડતાળ પર, જાણો વિગત
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં સોમવારે એક કૂતરો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કૂતરા વિશે સાંભળતા જ લોકો તેમને જોવા ગાંધી પાર્ક પહોંચવા લાગ્યા હતા. કેટલાક યુવકો છેલ્લા 10 દિવસથી અહીં ધરણા પર બેઠા છે. તેમની સાથે આ કૂતરો પણ ધરણા પર બેઠો છે. આ કૂતરાનું નામ ગબ્બર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી માહિતી મુજબ ચાર વર્ષ પહેલા ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં ઉત્તરાખંડ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન કમિશન દ્વારા હાથ ધરવામાં આવેલી ભરતીમાં કેટલાક ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ જોડાયા ન હોવાના કારણે ઉક્ત યુવાનો છેલ્લા એક મહિનાથી ધરણા અને ઉપવાસ કરી રહ્યા છે.
સોમવારે ધરણા કરી રહેલા યુવકની સાથે એક કૂતરો પણ ભૂખ હડતાળ પર બેઠો હતો. ગબ્બર સવારે આઠ વાગ્યાથી ગાંધી પાર્કની બહાર ઉપવાસ પર બેઠો હતો.
ઉમેદવાર વિનોદ ગૈરોલાએ જણાવ્યું કે છેલ્લા 10 દિવસથી તેઓ અને અન્ય યુવકો ગાંધી પાર્કમાં ધરણા પર બેઠા છે અને દરરોજ આ કૂતરો તેમની પાસે આવે છે.
અહીં ઉપવાસ પર બેઠેલા લોકોએ આ કૂતરાને ગબ્બર નામ આપ્યું છે. લોકો જણાવ્યું કે ગબ્બરને ખાવાનું આપવા છતાં પણ કંઈ ખાધું નથી. હાલ ગબ્બર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.