Delhi Fire: દિલ્લીમાં મુંડકા વિસ્તારમાં ભીષણ આગ, જુઓ આગની ભયંકર તસવીરો
પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે પિલર નંબર 544 પાસે શુક્રવારે સાંજે ત્રણ માળની ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. હજુ ત્રીજા માળે બચાવ કાર્ય કરવાનું બાકી છે. મૃત્યુઆંક વધી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હીના ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે આગ લાગતી ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડીંગમાંથી કુલ 20 મૃતદેહો મળી આવ્યા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની માહિતી લગભગ 4.40 કલાકે મળી હતી, ત્યારબાદ 27 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગની માહિતી મળતાં જ પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બારીઓના કાચ તોડીને બચાવી લેવામાં આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આઉટર દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સમીર શર્માએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં કંપનીઓની ઓફિસ છે. ડીસીપીના જણાવ્યા અનુસાર આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ આવેલી છે.
પોલીસે જણાવ્યું કે કંપનીનો માલિક પોલીસ કસ્ટડીમાં છે. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. પોલીસે જણાવ્યું કે ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.