Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Diwali 2022: LoC પર ભારતીય સેનાના જવાનાએ ફટાકડા ફોડીને ઉજવી દિવાળી, જુઓ તસવીરો
દેશભરમાં પાંચ દિવસના દિવાળીના પર્વની શરૂઆત થઈ ગઈ છે. બે વર્ષ બાદ લોકો ધામધૂમથી આ પર્વ ઉજવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર તૈનાત ભારતીય સેનાના જવાનોએ ધનતેરસ સાથે દિવાળીના તહેવારોની શરૂઆત થતાં ફટાકડા ફોડ્યા અને માટીના દીવા પ્રગટાવ્યા
સેનાના જવાનોની દિવાળી સેલિબ્રેશનની તસવીર ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે.
એલઓસી પર તૈનાત સેનાના જવાનોએ દેશની રક્ષા કરવાની સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી.
જમ્મુ અને કાશ્મીરમાં સેનાના એક જવાને કહ્યું, હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે ચિંતા ન કરો અને ઉત્સવને સંપૂર્ણ આનંદથી ઉજવો.
કર્નલ ઈકબાલ સિંહે કહ્યું, હું દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેમને ખાતરી આપું છું કે અમારા સૈનિકો સતર્ક છે અને સરહદ પર તકેદારી રાખી રહ્યા છે.
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ