Independence Day 2024: શું તમે જાણો છો? લાલ કિલ્લાનું પ્રાચીન નામ શું હતું, કઇ ઘટના બાદ બદલાયું
Independence Day 2024: ભારતની ઐતિહાસિક ધરોહરોમાંના એક લાલ કિલ્લા વિશે તો બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ઈમારતનું નામ પહેલાથી જ લાલ કિલ્લો નહોતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાલ કિલ્લો 1648માં મુગલ બાદશાહ શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે આજે પણ ભારતની ધરોહર છે.
આ ઇમારત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં પણ સામેલ છે. તેને ભારતની સૌથી ખાસ ઈમારત કહેવું ખોટું નહીં હોય
હકીકતમાં, દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર, વડા પ્રધાન લાલ કિલ્લા પર જ ત્રિરંગો ફરકાવે છે.
આ કિલ્લામાં દિવાન-એ-આમ, દિવાન-એ-ખાસ, મોતી મસ્જિદ, રંગ મહેલ જેવી ઘણી સુંદર અને ખાસ ઈમારતો છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે આ ઐતિહાસિક ઈમારતનું નામ પહેલાથી જ લાલ કિલ્લો નહોતું.
તમને જણાવી દઈએ કે, લાલ કિલ્લાનું અસલી નામ કિલા-એ-મુબારક છે, જેનો અર્થ ભાગ્યશાળી કિલ્લો છે. મુઘલોના રાજવી પરિવાર આ કિલ્લાને મુબારક કિલ્લો પણ કહે છે.લાલ કિલ્લો પહેલા સફેદ રંગનો હતો, જેને બ્રિટિશરો દ્વારા લાલ રંગવામાં આવ્યો હતો, ત્યારબાદ તેનું નામ લાલ કિલ્લો પડ્યું હતું