વ્રત દરમિયાન નહીં આવે વીકનેસ, આ ચાર ડ્રિન્કનું કરો સેવન, ઇમ્યૂનિટી પણ થશે બૂસ્ટ
હવે ગણતરીના દિવસો બાદ શ્રાવણ માસની શૂરૂઆત થતાં વ્રત અને ઉપવાસ શરૂ થઇ જશે. મહામારીના સમયમાં ઉપવાસમાં વીકનેસ ન આવે અને ઇમ્યૂનિટી પણ બની રહે તે જરૂરી છે. આ 4 ડ્રિન્કના સેવનથી વ્રતમાં પણ સ્વાસ્થ્ય જળવાય રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનારિયેળ પાણી:વ્રત દરમિયાન જરૂરી છે કે, આપ શરીરને હાઇડ્રેટ રાખો. જેના માટે આપની મદદ નારિયેળ પાણી કરશે, નારિયેળ પાણી થકાવટથી દૂર રાખવાની સાથે ગરમીથી પણ બચાવે છે. નારિયેળ પાણી ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. તો વ્રત દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવા નારિયેળ પાણી અવશ્ય પીવો.
સંતરાનું જ્યુસ :સંતરાનું જ્યુસ ચહેરા પર નિખાર લાવે છે. સંતરા એન્ટીઓક્સિડન્ટ હોવાની સાથે વિટામિનથી ભરપૂર છે. આપ વ્રતમાં પણ આ જ્યુસ પી શકો છો. જે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે તેમજ ઇમ્યૂનિટી બૂસ્ટર છે.
ટામેટાં અને કાકડીનું શરબત પીવો:વ્રતમાં આપ કાકડી અને ટામેટાનું પણ શરબત પી શકો છો. તેને તૈયાર કરવા માટે આપ ટામેટા અને કાકડીના નાના-નાના પીસ કરી લો. તેમાં સિંઘા નમક નાખીને તેનું સેવન કરો. તેના આપને ફાયદો થશે. પેટ ભરેલું રહશે અને ભૂખ પણ નહીં સતાવે. ટામેટામાં મોજૂદ વિટામીન-સી અને ઇ એન્ટીઓક્સિડન્ટ, પોટેશિયમ શરીરને જરૂરી પોષણ આપે છે.
લસ્સી: લસ્સીનું સેવન આપ વ્રત દરમિયાન કરી શકો છો. જુદી જુદી ફ્લેવરની લસ્સી સ્વાદની સાથે આપનું સ્વાસ્થ્ય પણ જાળવશે. તેનાથી એનર્જી મળશે અને શરીરમાં તાજગી બની રહેશે. ગરમીમાં તો તે વધુ ફાયદાકારક છે.