Health Tips: કાચના ગ્લાસમાં પાણી પીવાથી થાય છે આ ફાયદા, શરીરમાં નથી જતાં કિટાણુ
કેટલાક લોકો પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવે છે. જે બિલકુલ સ્વાસ્થ્યવર્ધક નથી. કાચની બોટલ કે કાચના ગ્લાસથી પાણી પીવાની સ્વાસ્થ્યવર્ધક મનાય છે,. જાણીએ કેમ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી પીવું જરૂરી છે. નિયમિત 6-8 ગ્લાસ પાણી પીવું જોઇએ. પાણી ઓછું પીવાથી અનેક બીમારીનું જોખમ રહે છે.
પ્લાસ્ટિકની બોટલમાં હાનિકારક રસાયણ હોવાથી તેમાંથી પાણી પીવું સ્વાસ્થ્ય વર્ધક નથી. કાચની બોટલમાં કોઇ રસાયણ નથી હોતા. આ સાથે તેમાં કોઇ ગંધ કે સ્વાદ પણ નથી હોતો
કાંચની બોટલમાં પાણી રાખવાથી પાણી લાંબા સમય સુધી વધુ તાજું રહે છે કાચમાં પાણીની અશુદ્ધિની તપાસ ખૂબ જ સરળતાથી થઇ શકે છે. પાણીમાં થોડી પણ અશુદ્ધિ હોયતો તે સ્પષ્ટ જોઇ શકાય છે.
અન્ય મટિરિયલ્સનની તુલનામાં કાચ પાણીનું તાપમાન લાંબા સમય સુધી જાળવી રાખે છે. એટલે કે, ગરમ પાણી કાચની બોટલમાં લાંબો સમય ગરમ અને ઠંડુ પાણી લાંબો સમય સુધી ઠંડુ રહે છે.
આટલું જ નહીં કાચની બોટલને સાફ કરવી પણ સરળ છે. તેમાં ગંદકી સ્પષ્ટ રીતે દેખાતી હોવાથી સરળતાથી સાફ કરી શકાય છે. કાચની બોટલને ડિશ વોશરમાં પણ જોઇ શકાય છે.