Election Results 2023 VIP Candidates: ગેહલોત,કમલનાથ,ભૂપેશ બઘેલ સહિત આ VIP ઉમેદવારોની પ્રતિષ્ઠા છે દાવ પર, જુઓ લીસ્ટ

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ દુર્ગ જિલ્લાની પાટણ વિધાનસભાના ધારાસભ્ય છે અને આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
તેલંગાણાના મુખ્યમંત્રી અને બીઆરએસ ચીફ કેસીઆર બે વિધાનસભા બેઠકો કામરેડ્ડી અને ગજવેલ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા ચોથી વખત દતિયા વિધાનસભાથી ચૂંટણી લડી રહ્યા છે.
છત્તીસગઢની રાજનાંદગાંવ સીટને હાઈપ્રોફાઈલ માનવામાં આવે છે કારણ કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ અહીંથી ઉમેદવાર છે.
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ છિંદવાડાથી કોંગ્રેસના ઉમેદવાર છે. આ તેમનો આ ગૃહ વિસ્તાર પણ છે.
બુધની બેઠક પર સમગ્ર દેશની નજર છે કારણ કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અહીંથી ઉમેદવાર છે.
ભાજપ નેતા વસુંધરા રાજે પણ રાજસ્થાનમાં ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
રાજસ્થાનમાં વર્તમાન મુખ્યમંત્રી અશોક ગેહલોત સરદારપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
સચિન પાયલટ પણ પોતાનું નશીબ અજમાવી રહ્યા છે.