Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Rain System: શું છે ડીપ ડીપ્રેશન ? જેનાથી વ્યક્ત કરવામાં આવે છે ભારે વરસાદની સંભાવના
Weather Update: દેશભરમાં ચોમાસુ ચાલી રહ્યું છે, ઉત્તરથી લઇને દક્ષિણ સુધીના રાજ્યોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ડીપ ડિપ્રેશનના કારણે સપ્ટેમ્બરમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ડીપ ડિપ્રેશન એટલે શું ? છેલ્લા કેટલાક દિવસોમાં તમે એક શબ્દ સાંભળ્યો હશે, ડીપ ડિપ્રેશન. જેના કારણે ભારે વરસાદની પણ સંભાવના છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ શું થઈ રહ્યું છે? જાણો અહીં...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશ્વના ઘણા ભાગોમાં સમયાંતરે વિવિધ પ્રકારના વાવાઝોડા આવે છે. આ વાવાઝોડાને લઈને વૈજ્ઞાનિક જગતમાં અનેક પ્રકારની પરિભાષાનો ઉપયોગ કરવામાં આવે છે.
તેમને માપવા માટે વાવાઝોડું, ટાયફૂન, ચક્રવાત, ટોર્નેડો વગેરે જેવા શબ્દોનો ઉપયોગ થાય છે.
ભારતીય હવામાન વિભાગ પવનની ગતિના ધોરણના આધારે ચક્રવાતનું વર્ગીકરણ કરે છે. જ્યારે પવનની ઝડપ 31-50 કિમી/કલાકની આસપાસ હોય ત્યારે તેને ડિપ્રેશન કહેવામાં આવે છે.
જ્યારે પવનની ઝડપ 51-62 કિમી/કલાકની વચ્ચે હોય ત્યારે તેને ડીપ ડિપ્રેશન કહેવામાં આવે છે. આ ઝડપે ડિપ્રેશન તોફાન બની જાય છે.
હવે તમે સમજી ગયા હશો કે ડીપ ડિપ્રેશન કોને કહેવાય. આવી સ્થિતિમાં, હવેથી જો આવો કોઈ શબ્દ આવે, તો તમે તેને સરળતાથી સમજી શકો છો.