કોરોના કાળમાં બાળકોને રાત્રે ખાવામાં આ વસ્તુઓ આપો, બાળકો આરામથી સૂઈ શકશે....
કોરોના કાળમાં ઇમ્યુનિટીને સ્ટ્રોન્ગ રાખવા માટે બેલેસ્ડ ફૂડની સાથે ગાઢ નિંદ્રા પણ જરૂરી છે. બાળકો જો સારી રીતે ઊંઘ ન લઇ શકતા હોય તો પર્યાપ્ત ઊંઘ માટે તેમને રાત્રિ ભોજનમાં આ વસ્તુઓ આપવાથી બાળકો શાંતિથી ઊંધી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના કાળમાં ઇમ્યુનિટીને સ્ટ્રોન્ગ રાખવા માટે બેલેસ્ડ ફૂડની સાથે ગાઢ નિંદ્રા પણ જરૂરી છે. બાળકો જો સારી રીતે ઊંઘ ન લઇ શકતા હોય તો પર્યાપ્ત ઊંઘ માટે તેમને રાત્રિ ભોજનમાં આ વસ્તુઓ આપવાથી બાળકો શાંતિથી ઊંધી શકે છે. તો જાણીએ બાળકોની ગાઢ નિંદ્રા માટેની ટિપ્સ
બાળકોને જો પૂરતી ઊંઘ ન મળે તો તેનો શારિરીક વિકાસ અટકી જાય છે. તેનો સ્વભાવ પણ ચિડીયો બની જાય છે. આ બઘાની અસર તેમની યાદશક્તિ પર પણ પડે છે. મેમેરીને સ્ટોન્ગ કરવા માટે પણ પયાપ્ત ઊંઘ જરૂરી છે
બાળકોના આહારમાં પૌષ્ટિક વસ્તુઓ સામેલ કરવી જોઇએ.દૂધ, ટામેટાં, ખીરા, પિસ્તાને ડાયટમાં સામેલ કરવાથી સારી ઊંઘ આવે છે.
રાત્રે સૂતા પહેલા બાળકોને જો દૂધ આપવામાં આવે તો સારી ઊંઘ આવે છે. દૂધમાં ટ્રાર્ઇટોફન હોય છે. જે એક પ્રકારનો એમિનો એસિડ છે. જે ઊંઘની ગુણવત્તાને સુધારે છે.
કેળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ અને મેગ્નેશ્યિમ હોય છે. જે માંસપેશીને આરામ પહોંચાડવાનું કામ કરે છે. આ કારણે બાળકોને રાત્રે સૂતા પહેલા કેળા આપી શકાય. કેળા દૂધમાં મિક્સ કરીને પણ આપી શકાય.
અખરોટ પણ બાળકોની ઊંઘ માટે હિતકારી છે. અખરોટમાં મોજૂદ મેલાટોનિન બાળકોને સારી ઊંઘ આપવામાં સહાયક બને છે.
દલિયા પણ પોષ્ટિક આહાર છે. તે હળવી હોવાથી સરળતાથી પચી જાય છે એટલા માટે સૂતા પહેલા બાળકોને દલિયા આપી શકાય છે.