Health Care: શું આપ તંદૂરી રોટી ખાવાના શોખિન છે, પહેલા તેના નુકસાન જાણી લો
Tandoor Roti:કઢાઇ પનીર હોય કે ચિકન આ બધાની મજા તો ત્યારે જ આવે છે જ્યારે તેની સાથે તંદુરી રોટી હોય પરંતુ શું તે આપના સ્વાસ્થ્ય માટે પણ આટલી સારી છે. ચાલો જાણીએ કારણો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતંદુરી રોટીમાં 110થી 150 કેલેરી હોય છે. જેમાં કાર્બોહાઇડ્રેઇટ અને કેલેરી સૌથી વધુ હોય છે. આ તંદુરી રોટી મેદાથી બનાવવામાં આવે છે. મેદાને પચવામાં ખૂબ સમય લાગે છે. વજન પણ વધારે છે.
તંદુરી રોટી મેદાની બને છે. મેદામાં શુગરની માત્રા વધુ હોય છે. તેમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોય છે એટલા માટે આપ મેંદાનું વધુ સેવન કરો તો ડાયાબિટીશ થઇ શકે છે.
મેંદાથી બનેલ તંદૂરીની રોટી ખાવાથી હૃદય રોગનું જોખમ વધી શકે છે..એવામાં કોશિશ કરો કે, તંદુરી રોટીનું સેવન ઓછામાં ઓછું કરો, જો આપ તંદુરી રોટી ખાવાના શોખીન હો તો. રોટી બનાવવા માટે મેંદાની જગ્યાએ અન્ય લોટનો ઉપયોગ કરી શકો છો.
મેંદાનો લોટની વસ્તુઓ સુપાચ્ય નથી. તેને પચતા ખાસ્સો સમય લાગે છે. એક્સપર્ટ મુજબ મેંદાની આઇટમનું પાચન જમ્યાના 11 કલાક બાદ શરૂ થાય છે. મેંદા સુપાચ્ય ન હોવાથી તે પાચન સંબંધિત અનેક સમસ્યા ઉત્પન કરે છે,.