Health Tips: કોરોનાની મહામારીમાં આ 5 ફૂડને ડાયટમાં કરો સામેલ, ખાવાથી શરીરમાં ઓક્સિજન લેવલ રહેશે નોર્મલ
કોરોનાની સૌથી વધુ અસર ફેફસા પર થઇ રહી છે. આ સ્થિતિમાં બ્લડ ઓક્જિનની માત્રા બનાવી રાખવી ખૂબ જ જરૂરી છે. આયરન, વિટામીન સી, ફોલિક એસિડ યુક્ત ખાદ્ય પદાર્થમાંથી પ્રાપ્ત બિલ્ડિંગ બ્લોક્સથી હિમોગ્લોબીન બને છે. આ સ્થિતિમાં અમે આપને 5 એવા ફૂડ વિશે જણાવી રહ્યાં છીએ. જેનાથી શરીરમાં ઓક્સિજન લેવલ સારૂ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝીંગા: તે ઓછી કેલેરી પ્રોટીન માટે સારો વિકલ્પ છે. વિટામીન બી-12, ફોસ્ફોરસ, સેલેનિયમ, કોલીન, કોપર, આયોડીન અને કેટલાક પોષક તત્વોથી ભરપૂર ઝીંગા પ્રોટીનનું સ્ત્રોત છે.
સંતરા: વિટામિન સી માટે સંતરા બેસ્ટ વિકલ્પ છે. સંતરા ફાઇબરયુક્ત છે. તેમાં વિટામીન બીની સારી માત્રા હોય છે. આ સિવાયમાં તેમાં ફોલેટ પેન્ટોથેનિક એસિડ કેલશિયમ, કોપર, પોટેશિયમ જેવા તત્વો પણ હોય છે.
નેટલ:આ જડ્ડીબુટીમાં અનેક ફ્લોવોનોઇડ વિટામીન હોય છે. તે વિટામીન બી, સી, અને કે1નો સારો સ્ત્રોત છે. તેમાં કેલ્શિયમ અને મેગ્નેશ્યિમ પણ હોય છે. જે મધ સાથે લઇ શકાય છે.
સફરજન: હિમોગ્લોબીન વધારવાનું સારો સ્ત્રોત છે. સફરજન એન્ટીઓક્સિડન્ટ, ફ્લોવોનોઇડ અને ફાઇબરયુક્ત હોય છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. .
બદામયુક્ત દૂધ: બદામના દૂધમાં ખનીજ હોય છે. જેમાં કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોલેટ, રાઇબોફ્લેવિન થિયામીન અને વિટામીન સી, ઇ અને બીનો પણ છે. જે ફેફસાને હેલ્ધી રાખે છે.