Health Tips: કોરોના બાદ અનુભવાતી વીકનેસને 10 રીતે કરો દૂર, કોવિડની રિકવરી બાદ આટલું જરૂર કરો
કોરોનાના હળવા લક્ષણો ધરાવતાં પેશન્ટ 14 દિવસમાં રિકવર થઇ જાય છે. જો કે કોરોના વાયરસના માત આપ્યા બાદ પણ વીકનેસનો અનુભવ કેટલાક કેસમાં 3થી4 મહિના સુધી થાય છે. જો વાયરસને માત આપ્યાં બાદ વીકનેસ દૂર કરવા માટે હેલ્થ એક્સપર્ટે કેટલીક સલાહ આપી છે. તે મુજબ અનુસરવાથી ફટાફટ આ રૂટીન લાઇફમાં પરત ફરી શકશો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસવારે વહેલા ઉઠો: સવારે વહેલુ ઉઠવાથી ઉર્જાનો અનુભવ થાય છે. સવારેની તાજી હવા અને તડકો શરીરને એક્ટિવ બનાવે છે. સવારે એકસરસાઇઝનો પણ મૂડ હોય છે. જેથી દિવસ સારો પસાર થાય છે.
સરળ એકસસાઇઝથી કરો શરૂઆત: કોવિડથી બહાર આવ્યા બાદ ભારેભરઘમ નહીં પરંતુ હળવી એકસરસાઇઝથી શરૂઆત કરો. મેડિટેશન અને હળવા યોગા આસનથી શરૂઆત કરો.
પ્રાણાયામ: ઓક્સિજન લેવલને યોગ્ય રાખવા માટે કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી, ભસ્ત્રિકા પ્રાણાયામ કરો.
સવારની તાપ લો: સવારમાં 30 મિનિટ કૂમળા તાપને લો, સવારના તાપમાં બેસવાથી વિટામિન ડી અને એનર્જી મળે છે.
ડ્રાય ફ્રૂટસ ખાવ: સવારે ખજૂર, એક મૂઠ્ઠી કિસમિસ, પાંચ બદામ, 2 અખરોટ, ખાવ, જો આ દરેક મેવા રાત્રે પાણીમાં પલાળીને સવારે લો. તેનાથી શરીર મજબૂત બને છે.
જીરા. કોથમીર, વરિયાળી: દિવસમાં 2 વખત કોથમીર, વરિયાળી, જીરાથી બનેલી ચા પીવો તે શરીરને અંદરથી સાફ કરે છે. વજનને પણ મેન્ટેન કર છે
પૌષ્ટીક આહાર: કોરોનાથી ઠીક થયા બાદ આહાર પર ધ્યાન આપો. સપાચ્ય. પૌષ્ટિક અને હળવું ભોજન લો, દલિયા, ખીચડી લઇ શકો છો.
મોરિંગાનુ સૂપ: મોરિંગામાં ઔષધિય ગુણ છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. તે હાડકાને મજબૂત કરવાની સાથે ડિપ્રેશન અને ગભરાટને દૂર કરે છે. દિવસમાં 2થી3 વખત મોરિંગાનું સૂપ પીવો.
પૂરતી ઊંઘ: કોરોનાથી ઝડપથી અને સંપૂર્ણ રીતે સાજા થવા માટે પુરતી ઉંઘ પણ જરૂરી છે. રાત્રે ઝડપથી સૂવાની આદત રાખો. રાત્રે ટીવી મોબાઇલનો ઉપયોગ ન કરો.
માસ્ક અને સામાજિક અંતર: કોરોનાથી રિકવર થયા બાદ બિનજરૂરી બહાર જવાનું ટાળો. માસ્ક અને સામાજિક અંતર જાળવો.