Heatwave In India: આપણું શરીર કેટલી ગરમી સહન કરી શકે છે? જાણો ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોનુું મંતવ્ય શું છે
દરેક વ્યક્તિની ગરમી કે ઠંડી સહન કરવાની એક મર્યાદા હોય છે. આપણું શરીર અમુક હદ સુધી જ ગરમી સહન કરી શકે છે. જો ગરમીનો પારો મહત્તમ કરતા વધી જાય તો સમસ્યાઓ થવાનું શરૂ થાય છે. આવો જાણીએ માનવ શરીર કેટલી ગરમી સહન કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમે અને જૂનની ગરમી આકરી પડતી હોય છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં તે કાળઝાળ ગરમી જોવા મળે છે. આકરી ગરમીના કારણે લોકોથી લઈને પશુ-પક્ષીઓ પણ હેરાન થાય છે. ગરમ પવન અને તીવ્ર સૂર્યપ્રકાશ શરીરમાંથી તમામ પાણીને શોષી લે છે.
ઉનાળામાં ડૉક્ટરો હીટસ્ટ્રોકથી બચવા માટે શક્ય તેટલું વધુ પાણી પીવાની સલાહ આપે છે. જો કે, કેટલીકવાર પાણીની અસર બિનઅસરકારક બની જાય છે. હવે સવાલ એ છે કે આપણું શરીર કેટલું તાપમાન સહન કરી શકે છે? આવો જાણીએ આ અંગે વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સનું શું કહે છે.
ડોકટરોના મતે, માણસનું શરીર 37.5 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનનો સામનો કરી શકે છે. ઉનાળો હોય કે શિયાળો, તે શરીરની અંદર 37.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી રાખવાનું કામ કરે છે. મગજના પાછળના ભાગને હાયપોથેલેમસ કહેવામાં આવે છે. શરીરના આંતરિક તાપમાનને નિયંત્રિત કરવાનું કામ કરે છે.
માણસનું શરીર 37.5 ડિગ્રી સેલ્સિયસ સુધી કાર્ય કરે છે. જો તાપમાન 2-4 ડિગ્રી ઉપર અથવા નીચે હોય તો શરીરને વધુ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. પરંતુ જો આનાથી વધુ હોય તો મુશ્કેલી વધી શકે છે.