PHOTOS: આસામમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી, હજારો ઘરો ડૂબી ગયા, લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી
આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે લોકોના આશ્રયસ્થાનો નાશ પામ્યા છે. મોટી સંખ્યામાં લોકો પોતાના ઘર છોડીને હિજરત કરી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારે પૂર બાદ પરિસ્થિતિ વધુ વણસી, રસ્તાઓ તૂટી ગયા છે તો ક્યાંક રસ્તાઓ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયા છે. આવો અમે તમને તસવીરો દ્વારા આસામના લોકોનું દર્દ જણાવીએ.
લોકો પાસે ખાવા માટે રાશન પણ નથી. આવી સ્થિતિમાં સીએમ હિમંતા બિસ્વા સરમાએ ખુદ લોકોને ભોજન પહોંચાડવાની પહેલ કરી છે.
પૂરને કારણે આસામના 35માંથી 27 જિલ્લાઓમાં 22.17 લાખથી વધુ લોકો હજુ પણ ફસાયેલા છે, જેમાં ભૂસ્ખલન સાથે અત્યાર સુધીમાં 174 લોકોના મોત થયા છે.
રોડ પુલ તૂટવાને કારણે લોકોનો સંપર્ક પણ તૂટી ગયો છે.
પૂરના કારણે માણસો અને પશુઓની હાલત પણ દયનીય બની છે. આ ગામ નથી પણ શહેરની વચ્ચોવચ આવેલું છે. અહીં અડધાથી વધુ શહેર પાણીમાં ડૂબી ગયું છે.