કાશ્મીરથી લઇને હિમાચલપ્રદેશમાં બરફવર્ષાથી પ્રવાસીઓ ખુશ
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઇ હતી. મનાલી, શિમલા, મસૂરી, ટેહરી ઉત્તરકાશી અને જોશીમઠ સહિતના શહેરોમાં હિમવર્ષાના કારણે ઠેર-ઠેર બરફની ચાદર છવાઇ હતી. હિમવર્ષાની મજા માણતા સહેલાણીઓ જોવા મળ્યા હતા. બરફવર્ષા અને કમોસમી વરસાદથી ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. જમ્મૂ કશ્મીરમાં હિમવર્ષાના કારણે 40 ફ્લાઈટ રદ કરાઇ હતી. ઉત્તર પ્રદેશ, પંજાબ અને બિહારમાં વરસાદની આગાહી કરાઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાશ્મીરથી લઇને હિમાચલપ્રદેશમાં છવાઇ બરફની ચાદર
જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં ભારે બરફવર્ષા થઇ
કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી બરફવર્ષાથી રસ્તાઓ થયા બંધ
હવામાન વિભાગે બે-ત્રણ દિવસ બરફવર્ષાની આગાહી કરી
પર્વતોમાં બરફની ચાદર છવાઇ
ત્રણેય રાજ્યોમાં ભારે બરફવર્ષા થતા જનજીવન અસ્તવ્યસ્ત
તમામ હિલ સ્ટેશનો પર બરફવર્ષા થતા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
ભારે બરફવર્ષાથી લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
બદ્રિનાથ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો હતો. બદ્રિનાથમાં ત્રણ ફૂટ સુધી બરફ પડ્યો હતો.