Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Kashi Vishwanath Corridor: શણગારાયુ આખુ મંદિર, તસવીરોમાં જુઓ કેવી છે કાશી વિશ્વનાથ કોરિડોરની ભવ્યતા.......
કાશીઃ વારાણસીમાં કાશી વિશ્વનાથનુ નવુ ધામ (Kashi Vishwanath Dham) બનાની તૈયાર થઇ ગયુ છે. પીએમ મોદી આજે આનુ લોકાર્પણ કરી રહ્યાં છે. ત્યારે તેની ભવ્યતા જોવી જરૂરી છે. આખા શહેરનો માહોલ આજે શિવાલય થઇ ગયો છે, તસવીરોમાં જુઓ કાશી વિશ્વનાથ કોરિડોરની ભવ્યતા.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાશી વિશ્વનાથ કોરિડોર શું છે- વિશ્વનાથ કોરિડોર 339 કરોડના ખર્ચે તૈયાર થયો.વિશ્વનાથ કોરિડોરને 3 ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. પહેલો મંદિરનો મુખ્ય ભાગ છે જે લાલ રેતીના પથ્થરથી બનેલો છે. તેમાં 4 મોટા દરવાજા છે. તેની આસપાસ પરિક્રમાનો માર્ગ બનાવવામાં આવ્યો છે. તે પરિક્રમા માર્ગ પર આરસના 22 શિલાલેખ મૂકવામાં આવ્યા છે, જેમાં કાશીની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.
કોરિડોરમાં બીજુ શું શું છે- કોરિડોરમાં 24 ઇમારતો પણ બનાવવામાં આવી રહી છે. આ ઇમારતોમાં મુખ્ય મંદિર સંકુલ, મંદિર ચોક, મુમુક્ષુ ભવન, ત્રણ પેસેન્જર સુવિધા કેન્દ્રો, ચાર શોપિંગ કોમ્પ્લેક્સ, મલ્ટીપર્પઝ હોલ, સિટી મ્યુઝિયમ, વારાણસી ગેલેરી, રિફ્રેશમેન્ટ સેન્ટર, ગંગા વ્યૂ કાફે વગેરે છે
કાશી વિશ્વનાથ ધામમાં શું છે? - 27 મંદિરો, 4 દરવાજા, 320 મીટર લાંબો રસ્તો, 70 ફૂલોની દુકાનો, પ્રદર્શન જગ્યા, હેરિટેજ લાઇબ્રેરી, મલ્ટીપર્પઝ હોલ, વારાણસી ગેલેરી, પ્રવાસી સુવિધા કેન્દ્ર, ગેલેરી-પ્રોજેક્ટ મ્યુઝિયમ, મંદિર ચોક.
કાશી વિશ્વનાથ કોરિડોરની મહત્વની બાબતો- ખર્ચ 339 કરોડ (પહેલો તબક્કો), લેબર વર્ક 2000 (દરરોજ), વિસ્તાર- 5 લાખ ચોરસ ફૂટ, અધિગ્રહણ 400 ઇમારતો, સમય 2 વર્ષ 9 મહિના.
કાશી વિશ્વનાથ કોરિડોરની વિશેષતાઓ - કાશીમાં બાબા વિશ્વનાથના દરબારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલો સંકલ્પ આજે પૂરો થઈ રહ્યો છે. આજે, પીએમ મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા ઉત્તર પ્રદેશના શહેર અને તેમના સંસદીય ક્ષેત્ર બનારસ (વારાણસી) પહોંચી રહ્યા છે.
કાશી વિશ્વનાથ કોરિડોર