Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
આ IPS યુવતી 5 મહિનાનો ગર્ભ પેટમાં હોવા છતાં નકસલગ્રસ્ત વિસ્તારમાં ફરજ પર હાજર, રસ્તા પર ફરીને લોકોને સમજાવે છે...
કોરોનાની મહામારીના સમયે છત્તીસગઢના દંતેવાડા જિલ્લાની ડીએસપી શિલ્પા સાહૂ પાંચ મહિનાની ગર્ભવતી છે. તેમ છતાં રોડ પર ઉતરી લોકોને કોરોનાથી બચવા લોકોને ઘરે રહેવાથી જ અપીલ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદંતેવાડામાં હાલ સંપૂર્ણ લોકડાઉન છે. શિલ્પા સાહૂ લોકડાઉનમાં પણ બહાર નીકળતા લોકોને સુરક્ષિત રહેવા માટે અપીલ કરી રહી છે. પ્રેગ્નન્ટ હોવા છતાંપણ પોતાની સુરક્ષાને દાવ પર મૂકીને રોડ પર ફજર બજાવી રહેલી શિલ્પા સાહૂના સાહસને અને કાર્યનિષ્ઠાને લોકો બિરદાવી રહ્યાં છે
શિલ્પા શાહૂ પર પ્રેગ્નન્સીના સમયમાં કામ પર આવાનું કોઇ દબાણ નથી પરંતુ લોકડાઉનમાં મહામારીની સ્થિતિમાં ફરજ બજાવતા પોલીસ કર્મીના જોશને વધારવા માટે તે ખુદ પણ રોડ પર ઉતરીને લોકને ઘરમાં જ રહેવા અપીલ કરી રહી છે.
શિલ્પા સાહૂના સાહસના લોકો મનભરીને વખાણ કરી રહ્યાં છે. શિલ્પા શાહુ દંતેવાડાના તેલમ, ટેટમ,નિલવાયા, સહિતના અનેક નક્સલ ઓપરેશનમાં પણ જાય છે.
દંતેવાડામાં ડીઆરજીની એક ટીમ છે. જેનું નામ દંતેશ્વરી ફાઇટર્સ છે. ડીસીપી શિલ્પા સાહૂ આ ટીમને લીડ કરે છે