Bengal Panchayat Elections: બેલેટ થયા હાઈજેક, બુથ પર ફાયરિંગ ! લોહીયાળ બંગાળની વિચલિત કરતી તસવીરો
પંચાયત ચૂંટણી દરમિયાન બંગાળમાં સ્થિતિ બેકાબૂ બની હતી. બીજેપી ધારાસભ્ય અગ્નિમિત્રા પૌલના જણાવ્યા અનુસાર હિંસા દરમિયાન એક જ દિવસમાં 18 લોકો માર્યા ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપશ્ચિમ બંગાળમાં ક્યાંક લોકો મતપેટીઓ લઈને ભાગતા જોવા મળ્યા તો ક્યાંક મતદાન પેટીઓ સળગતી જોવા મળી. વિવિધ પક્ષોના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા બાદ રાજ્યના વિપક્ષે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી.
આ વખતે બંગાળની પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી અગાઉ ક્યારેય જોવા મળી નથી. બંગાળમાં કેન્દ્રીય દળોના લગભગ 80 થી 85 હજાર સૈનિકો તૈનાત હતા.
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન રાજ્ય પોલીસના 70,000 જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આમ છતાં હિંસા થઈ.
ગૃહમંત્રી અમિત શાહે હિંસાની ઘટનાઓ અંગે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદાર સાથે પણ વાત કરી અને કાર્યકરોની પૂછપરછ કરી.
મતદાન દરમિયાન મતપેટીઓ ચોરી અને સળગાવવાના અને રાજકીય કાર્યકરો સામે જન આક્રોશના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
તસવીર સૌજન્યઃ PTI