In Photos: ભારે વરસાદથી ચેન્નઈ જળબંબાકાર, હજુ પણ ભારે વરસાદની આગાહી
હવામાનનો મિજાજ બદલાયા બાદ વરસાદે ફરી એકવાર તારાજી સર્જી છે. આ દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમિલનાડુમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
ચેન્નઈમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
તમિલનાડુના ઘણા ભાગોમાં બે અઠવાડિયાથી સતત વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે.
ભારતીય હવામાન વિભાગે 13 નવેમ્બરના રોજ પણ તમિલનાડુના અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે માછીમારોને દક્ષિણ આંધ્રપ્રદેશ-ઉત્તર તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠા અને નજીકના દરિયામાં ન જવાની ચેતવણી પણ આપી છે.
કેરળમાં 13-14 નવેમ્બરના રોજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
વરસાદના કારણે તમિલનાડુના થેની, ડિંડીગુલ, મદુરાઈ, શિવગંગા અને રામનાથપુરમ જિલ્લામાં પૂરની ચેતવણી આપવામાં આવી છે.
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ