પીએમ પાક વીમાનું લેટેસ્ટ અપડેટ, 31 જુલાઇ પહેલા ખેડૂતોએ કરી લેવુ પડશે આ કામ, નહીં તો............
Pradhan Mantri Fasal Bima Yojana: ખેડૂત ખરીફ પાકની રોપાણી કરી ચૂક્યા છે, તો સાથે જ દેશમાં ચોમાસાનુ પણ આગમન થઇ ચૂક્યુ છે. આવામાં વરસાદ કે પછી અનાવૃષ્ટીથી પાકને નુકસાન થવાની ભરપાઇ કરવા માટે જે ખેડૂત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લેવા માંગે છે, તેના માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે 31 જુલાઇ, 2022 અંતિમ તારીખ છે. પીએમ ફસલ વીમા યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ 31 જુલાઇ, 2022 સુધી પૉર્ટલ પર જઇને રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડૂત પોતાના પાકનો વીમો કરાવી શકે છે, જેમાં કુદરતી આફતથી ખેડૂતોને થનારા નુકસાન પર તેને વળતર આપવામાં આવી શકે. પાકમાં વીજળી પડવા કે પછી કોઇ કુદરતી કારણોસર પાક બરબાદ થઇ જાય છે, તો પીએમ ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને વીમાનો લાભ મળશે. જે ખેડૂત વીમો નથી કરાવતો તેમને વળતર નહીં મળે.
ખેડૂત બેન્ક, કો-ઓપરેટિવ સોસાયટી કે પછી સીએસસી (કૉમન સર્વિસ સેન્ટર)માં www.pmfby.gov.in પર પાકનો વીમો કરાવી શકે છે. ખેડૂતોને પાકનો વીમો કરાવવા માટે આધાર કાર્ડ, બેન્ક ખાતા નંબર, જમીન તથા પાકની રોપણી સંબંધિત દસ્તાવેજોની જરૂર પડશે. જો કોઇ ખેડૂતને બેન્કમાં કેસીસી (કિસાન ક્રિડેટ કાર્ડ) ખાતુ છે, તો તેને પણ વીમો કરાવવા માટે બેન્કને બતાવવુ પડશે, સાથે જ બતાવવુ પડશે કે તેમના ખેતરમાં આ વખતે કયા પાકની રોપણી કરવામાં આવી છે.
પીએમ ફસલ વીમા યોજનામાં અનાજ, કપાસ, બાજરી તથા મકાઇને સામેલ કરવામાં આવ્યા છે, જેનો વીમો કરાવી શકાય છે. ખેડૂત ખરીફ-2022 પાકનો વીમો 31 જુલાઇ સુધી કરાવી શકે છે. પાક ખરાબ થવા કે તેને નુકસાન પહોંચવા પર કવર મળે છે. જો ખેડૂતનો પાક કુદરતી કારણોસર બરબાદ થઇ જાય છે, તો આમાં સૌથી પહેલા 72 કલાકની અંદર વીમા કંપનીને આના વિશે જાણ કરવાની હોય છે.
પીએમ ફસલ વીમા યોજના અંતર્ગત કપાસના પાક માટે 36,282, અનાજના પાક માટે 37,484, બાજરાની પાક માટે 17,639 રૂપિયા, મકાઇના પાક માટે 18,742 રૂપિયા, મગના પાક માટે 16,497 રૂપિયા પ્રતિ એકડ વીમાની રકમ મળશે.