Delhi-Mumbai Expressway: ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ શેર કરી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની શાનદાર તસવીરો
1,386 કિમીની લંબાઈ સાથે, આ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે છે. જે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ વચ્ચે કનેક્ટિવિટી વધારશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ એક્સપ્રેસ વે દિલ્હી સહિત હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે જયપુર, અજમેર, કોટા જેવા ઘણા મોટા શહેરની કનેક્ટિવિટીને સારી રીતે જોડશે.
ગડકરીએ કહ્યું છે કે સરકાર વિશ્વના સૌથી ઝડપી વિકાસશીલ એક્સપ્રેસ વેનું નિર્માણ કરી રહી છે.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનું કામ 2023ના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
એક્સપ્રેસ વે પરથી મુસાફરી કરતી વખતે દિલ્હી અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય 24 કલાકથી ઘટીને માત્ર 12 કલાક થઈ જશે.
જર્મન ટેક્નોલોજીથી બનેલો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે 50 વર્ષ સુધી અકબંધ રહેશે. મુસાફરોની સુરક્ષા માટે દર 500 મીટરના અંતરે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
આ એક્સપ્રેસ વેનું નિર્માણ 9 માર્ચ 2019ના રોજ શરૂ થયું હતું. કોવિડ દરમિયાન લોકડાઉનને કારણે તેનું નિર્માણ કાર્ય બંધ થઈ ગયું હતું.