IMD Weather: દિલ્હી- NCRમાં કમોસમી વરસાદ બન્યો મુસીબત! IMDએ કહ્યું – હજુ રાહત નહીં મળે
IMD તરફથી મળેલી માહિતી અનુસાર, સોમવારે પણ રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં રવિવારે મહત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.
ઉપરાંત, લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.
દિલ્હીમાં રવિવારે (29 જાન્યુઆરી) સાંજે 5.30 વાગ્યા સુધી 3.3 મીમી વરસાદ નોંધાયો હતો.
પંજાબ, પૂર્વ હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર મધ્યપ્રદેશના ભાગોમાં ઝરમર વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.
રાજસ્થાન, ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય જમ્મુ કાશ્મીર, લદ્દાખના કેટલાક ભાગોમાં મધ્યમ હિમવર્ષા થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે. આ પછી, એવી આશંકા છે કે 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આકાશ સ્વચ્છ રહેશે.