Emotional Pictures: મજબૂર છે દેશનો મજૂર, ઘરે જવા માટે સેંકડો કિલોમીટર પગપળા જવા માટે લાચાર
યૂપીમાં ગઈકાલે કેટલાક યુવકો વારાણસીથી સમસ્તીપુર તરફ પગપાળા જઈ રહ્યા હતા, તેના માટે તે રેલવે ટ્રેકની સાથે ચાલી રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકડાઉનને કારણે સરકાર બધાને ઘરમાં રહેવાની સલાહ આપી છે. સાથે જ સરકારે લોકોને પણ કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય અને કોઈપણ વ્યક્તિ ભૂખી ન રહે તેના માટે જરૂરી પગલા લઈ રહી છે.
દિલ્હીમાં ગઈકાલે સ્થાનીક લોકોએ મજૂરોને ખાવાનું આપ્યું.
લોકડાઉન દરમિયાન ચેન્નઈમાં સ્થાનીક લોકોએ જરૂરતમંદ લોકોને ખાવાનું અને ફળ વહેંચ્યા.
લખનઉમાં પોલીસે દરિયાદીલી બતાવતા નિશાતગંજ પુલનની નીચે રહેતા બેઘરોને ફુડ પેકેટ આપ્યા.
મજૂરે પોતાની પત્ની અને 4 બાળકોની સાથે ભોજનની શોધમાં પગપાળા ચાલીને પોતાના ઘરે જવા મજબૂર છે.
ગઈકાલે પોલીસે કેટલાક મજૂરોને ખાવાનું આપ્યું અને કેટલાક રૂપિયા પણ આપ્યા.
એક યુવકે પોલીસને કહ્યું કે, “ઝાંસીથી અમે ટ્રકમાં લિફ્ટ લીધી અને વારાણસી સુધી પહોંચ્યા પરંતુ ત્યાર બાદ અમને કોઈ સાધન ન મળ્યું. એવામાં પગપાળા ચાલવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી.”
મજૂરોનું કહેવાનું હતું કે અમારા બાળકો સહિત સમગ્ર પરિવારે વિતેલા 48 કલાકથી કંઈ નથી ખાધું.
સેંકડો શ્રમિકો જે ઈંટ ભઠ્ઠીમાં કામ કરી રહ્યા હતા તે બધાની આવી હાલત છે.
એક અન્ય મજૂરે કહ્યું- બહાર જઈએ તો પોલીસ મારે છે. રોજગારી છે નહીં.
એક મજૂરે કહ્યું- ભોજન કોઈ આપે તો ઠીક નહીં તો અમે પાણી પીને ઉંઘી જઈએ છીએ.
એક યુવકે કહ્યું કે, અમે રેલવે ટ્રેકની સાઈડમાં એટલા માટે ચાલી રહ્યા હતા જેથી અમે રસ્તો ન ભટકી જઈએ.
મજૂરોએ આ નિર્ણય લોકડાઉનને કારણે લેવો પડ્યો કારણકે તેમની પાસે ઘરે જવા માટે કોઈ પરિવહન સુવિધા નથી.
દેશભરમાં ચાલી રહેલ લોકડાઉનની વચ્ચે આગ્રા-કાનપુર નેશનલ હાઈવે પર લોકો સામાન અને બાળકોને ઉઠાવી પોતાના ગામ જઈ રહ્યા છે.
દેશમાં જીવલેણ કોરોના વાયરસને ખત્મ કરવા માટે લાગુ લોકડાઉનના કારણે ઘણાં લોકો માટે કામ કરવા, ખાવા પીવા અને રહેવાની મુશ્કેલી ઉભી થઈ છે. રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં દૂર દૂરથી કામ કરવા આવેલ મજૂર પગપાળા જ પોતાના ઘરે જવા નીકળી પડ્યા છે. કારણ કે ન તો બસ ચાલી રહી છે અને ન તો રેલવે. આ લોકોનું કહેવું છે કે, જો અમે અમારા ઘરથી મીલો દૂર અહીં રહેશું તો અમે કોરોના વાયરસ પહેલા ભૂખથી મરી જઈશું. જુઓ ભાવુક કરી મુકે તેવી તસવીરો.....
- - - - - - - - - Advertisement - - - - - - - - -