વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગે આ રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી
Weather Updates: દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે પશ્ચિમ રાજસ્થાન અને કચ્છથી શરૂ થયા બાદ પૂર્ણ થવા પર છે. તેમ છતા હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. ચોમાસું હવે પૂર્ણ થવા પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમગ્ર દેશમાં પાંચ ટકા વધારાનો વરસાદ લાવનાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પરત જવાની યાત્રા સોમવાર (23 સપ્ટેમ્બર)થી શરૂ થઈ હતી, પરંતુ હવામાન વિભાગે આગામી સપ્તાહમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, “દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી 17 સપ્ટેમ્બરને બદલે 23 સપ્ટેમ્બરે પરત ફરી રહ્યું છે. પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને પંજાબ, હરિયાણા અને ગુજરાતના આસપાસના વિસ્તારોમાંથી આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પરત જવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.
દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે અનેક રાજ્યોમાં વરસાદ ઓછો નોંધાયો છે. જમ્મુ અને કાશ્મીર (26 ટકા ઓછો વરસાદ), હિમાચલ પ્રદેશ (20 ટકા ઓછો), અરુણાચલ પ્રદેશ (30 ટકા ઓછો), બિહાર (28 ટકા ઓછો) અને પંજાબ (27 ટકા ઓછો) સામેલ છે. રાજસ્થાન (74 ટકા), ગુજરાત (68 ટકા), મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તટીય આંધ્રપ્રદેશ સહિત કુલ 36 પેટા વિભાગોમાંથી નવમાં અતિશય વરસાદ થયો છે.
સામાન્ય રીતે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂન સુધીમાં કેરળમાં પહોંચે છે અને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં સમગ્ર દેશમાં ફરી વળે છે. તે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પરત ફરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે વિદાય લે છે.
આ ચોમાસામાં, દેશમાં 1 જૂનથી 23 સપ્ટેમ્બરની વચ્ચે 880.8 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય વરસાદ 837.7 મીમી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી સપ્તાહ દરમિયાન ઉત્તર કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના દરિયાકાંઠાના અને આંતરિક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.