બૂમરાહના જેની સાથે લગ્નની અફવા ચાલે છે એ સંજના કોણ છે ? બીજી કઈ બે હોટ એક્ટ્રેસ સાથે અફેરની પણ છે ચર્ચા ?
આ યાદીમાં સૌથી પહેલું અને મોટું નામ છે અનુપમા પરમેશ્વરમ. 25 વર્ષીય અનુપમા તેલુગુ એક્ટ્રેસ છે અને બુમરાહ સાથે તેના અફેરની અટકળો છે. જોકે 2020માં તેણે બુમરાહ સાથે અફેરની અટકળોને ફગાવી દીધી હતી. તેણે કહ્યું હતું કે, હું તેને નથી ઓળખતી. હું માત્ર એટલું જાણું છું કે તે એક ક્રિકેટર છે. તેનાથી વધારે હું નથી જાણતી. (Photo: Instagram/@anupamaparameswaran96)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુમરાહનું નામ જે બીજી યુવતી સાથે જોડાઈ રહ્યું છે તેનું નામ સંજના ગશેશન છે. સંજના ક્રિકેટ પ્રેસન્ટેટર છે. તેણે ભૂતકાળમાં અનેક ક્રિકેટ ટૂર્નામેન્ટ કવર કરી હતી. તે ભૂતકાળમાં કેકેઆર ફેન શોનો પણ ભાગ રચી ચૂકી છે. (Photo: Instagram/@sanjanaganesan)
જે ત્રીજી યુવતીનું નામ બુમરાહ સાથે જોડાઈ રહ્યું છે તે છે રાશિ ખન્ના. રાશિ પણ એક તેલુગુ એક્ટ્રેસ છે અને તે ફિન્દી ફિલ્મ મદ્રાસ કાફેમાં પણ જોવા મળી હતી. જોકે બુમરાહ સાથે અફેરની વાતે રાશિએ પણ ફગાવી દીધી છે.((Photo: Instagram/@rashikhanna_official)
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રતી બુમરાહ ઇંગ્લન્ડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં નથી રમી રહ્યો. બુમરાહે બીસીસીઆઈને તેને રિલીઝ કરવા માટે કહ્યું હતું જેને બોર્ડ મંજૂર રાખ્યું હતું. બુમરાહે વ્યક્તિગત કારણોસર ક્રિકેટમાંથી બ્રેક લેવાની વાત કહી છે. આ વિશે અટકળો છે કે તેને કોઈ ઈચા થઈ છે પરંતુ સાચું કારણ હવે સામે આવ્યું છે.
જોકે જ્યાં સુધી બુમરાહ ખુદ પોતાના લગ્ન વિશેની જાણકારી શેર ન કરે ત્યાં સુધી માત્ર અટકળો જ ચાલવાની છે કે કઈ યુવતી બુમરાહ સાથે લગ્ન કરી રહી છે .
બીસીસીઆઈના એક અધિકારીએ ખુલાસો કર્યો છે કે, બુમરાહે પોતાના લગ્નની તૈયારીઓ માટે રજા લીધી છે. આશા છે કે આ સપ્તાહે તેના લગ્ન થઈ શકે છે. જોકે લગ્ન કોની સાથે થશે તેના વિશે કોઈ ખુલાસો થયો નથી. આ બધાની વચ્ચે બુમરાહના લગ્નને લઈને ત્રણ યુવતીઓના નામ સામે આવી રહ્યા છે. આ એવી યુવતીઓ છે જેના નામ ભૂતકાળમાં બુમરહા સાથે જોડાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -