Kashmir Snowfall : કાશ્મીરમાં સિઝનનો પહેલો બરફવર્ષાનો જુઓ સુંદર અંદાજ, ઘાટીમાં નીચે ઉતર્યો પારો
Snowfall In Kashmir: ધરતીનુ સ્વર્ગ કહેવાતુ કાશ્મીર બરફની સફેદ ચાદરમાં ઢંકાઇ ગયુ છે. સિઝનની બહેલી બરફવર્ષા બાદ અહીંનો નજારો એકદમ સુંદર થઇ ગયો છે. બરફવર્ષા બાદ અહીંનો પારો પણ ડાઉન થયો છે. કુપવાડા જિલ્લાના કરનાહ, જેડ ગલી અને માછીલમાં પણ ભારે બરફવર્ષા જોવા મળી છે. ભારે બરફવર્ષાના કારણે કરનાહ, કુપવાડામાં સાધના ટૉપ અને ઘાટીને લદ્દાખથી જોડનારા જોજી લા દર્રેના ઉંચે વિસ્તારોમાં બરફ જામી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબરફવર્ષાના કારણે આખા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ન્યૂનત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. શ્રીનગરમાં તાપમાન 9.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયુ. પહેલગામમાં 6.7 ડિગ્રી સેલ્સિયસ અને ગુલમર્ગમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ છે.
લેહમાં બરફવર્ષાના કારણે તાપમાન 5.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ છે, વળી ટ્રાસ શહેરમાં આ 3.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ છે.
અનંતનાગ જિલ્લામાં અમરનાથ ગુફા મંદિરની પાસે ભારે બરફવર્ષા થઇ છે. ગુલમર્ગમાં કાંગદુરી અને કુપવાડામાં જેડ ગલી માછિલના વિસ્તારો પણ સફેદ ચાદરથી ઢંકાઇ ગયા છે. (તમામ તસવીરો એએનઆઇના ટ્વીટર હેન્ડલ પરથી લેવામાં આવી છે.)