Richest MPs: નવી લોકસભામાં 93 ટકા સાંસદ કરોડપતિ, જાણો કોણ છે ટૉપ-3 અમીર સાંસદો
Richest MPs: 4 જૂને જાહેર થયેલા લોકસભા ચૂંટણીના પરિણામોમાં કુલ 504 સાંસદો કરોડપતિ છે. અમે તમને ટોપ-3 સૌથી અમીર સાંસદો વિશે જણાવી રહ્યા છીએ. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂન, 2024ના રોજ જાહેર કરવામાં આવ્યા છે. 543 ચૂંટાયેલા સાંસદોમાંથી 93 ટકા એટલે કે 504 સાંસદો કરોડપતિ છે. વર્ષ 2019 અને 2014માં કરોડપતિ સાંસદોની સંખ્યા અનુક્રમે 88 અને 82 ટકા હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે અમે તમને લોકસભા ચૂંટણી 2024માં ચૂંટાયેલા ટોપ-3 સૌથી અમીર સાંસદો વિશે જણાવી રહ્યા છીએ. આ તમામની સંપત્તિ હજાર કરોડ રૂપિયાથી વધુની છે.
ખાસ વાત એ છે કે આ ત્રણેય સાંસદ એનડીએના છે. એડીઆરએ આ વર્ષે ચૂંટાયેલા સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર કરી છે.
ADRના રિપોર્ટ અનુસાર, આંધ્ર પ્રદેશના ગુંટુરથી ચૂંટાયેલા TDP સાંસદ ચંદ્રશેખર પેમ્માસાની સૌથી અમીર સાંસદ છે. ચૂંટણી એફિડેવિટ મુજબ તેમની કુલ સંપત્તિ 5,705 કરોડ રૂપિયા છે.
તેલંગણામાં બીજેપીના ચેવેલ્લા સંસદીય મતવિસ્તારમાંથી જીતેલા કોંડા વિશ્વેશ્વરા રેડ્ડી બીજા સૌથી અમીર સાંસદ છે. તેમની કુલ સંપત્તિ 4,568 કરોડ રૂપિયા છે.
હરિયાણાના કુરુક્ષેત્રના ભાજપના સાંસદ નવીન જિંદાલ દેશના ત્રીજા સૌથી અમીર સાંસદ છે. તેમની કુલ સંપત્તિ 1,241 કરોડ રૂપિયા છે.