ગુજરાત સહિત 14 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસું....
Monsoon Forecast Update: ભારત હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે આવનારા દિવસોમાં ગરમીમાંથી રાહત મળી શકે છે. દેશના મોટાભાગના રાજ્યોમાં હીટવેવ નહીં રહે. આ દરમિયાન દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં ગુરુવાર (27 જૂન, 2024)ની સવારે વરસાદ થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIMDએ બુધવાર (26 જૂન, 2024)ના રોજ આગાહી કરી હતી કે પશ્ચિમી દ્વીપકલ્પીય કિનારે આગામી 3-4 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે મહારાષ્ટ્ર કિનારે, ગોવા અને કર્ણાટકમાં આ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં 27 જૂનથી 30 જૂન વચ્ચે આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
જ્યારે, ઉત્તર પશ્ચિમ ભારતમાં ઘણી જગ્યાઓ પર 28થી 30 જૂન દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ 27 અને 28 જૂને અલગ-અલગ સ્થળોએ ભારે (64.5-115.5 મિલિમીટર)થી લઈને અતિ ભારે (115.5-204.4 મિલિમીટર) વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચોમાસું પણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.
સ્કાયમેટ વેધર સર્વિસીઝ (Skymet Weather Services)ના મહેશ પલાવતના અનુસાર, ચોમાસું 29 કે 30 જૂને દિલ્હી પહોંચવાની સંભાવના છે. દિલ્હીમાં ચોમાસાનું આગમન સામાન્ય રીતે 27થી 29 જૂન વચ્ચે થાય છે.
હવામાન વિભાગે કહ્યું કે ગુજરાતના બાકીના ભાગો, મધ્ય પ્રદેશના બાકીના ભાગો, પશ્ચિમ બંગાળનો બાકી રહેલો વિસ્તાર, ઝારખંડનો બાકી રહેલો ક્ષેત્ર, બિહાર, રાજસ્થાનના બાકી ક્ષેત્રો, પૂર્વી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસું પહોંચી શકે છે.