Monsoon: પાણી-પાણી થયો દેશ ! તસવીરોમાં જુઓ ભારે વરસાદથી મચેલી તબાહીના દ્રશ્યો
દેશના 8 રાજ્યોમાં વરસાદને કારણે આ સમયે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ રાજ્યોના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ, કેરળ, ગોવા-કર્ણાટક અને નાગાલેન્ડના નામ સામેલ છે, જેમાં ભારે વરસાદ બાદ સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.
હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે 133 રસ્તાઓ બંધ છે. વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તરાખંડમાં સ્થિતિ એવી છે કે ખરાબ હવામાનને કારણે 154 રસ્તાઓ બંધ થઈ ગયા છે.
દેશમાં એક તરફ ભારે વરસાદ પડી રહ્યો છે તો કારગીલમાં 4 થી 5 ઈંચ હિમવર્ષા થઈ છે.
આસામના 6 જિલ્લાઓમાં 121 ગામોના લગભગ 22 હજાર લોકો પૂરથી પ્રભાવિત છે.
હિમાચલમાં 8 અને 9 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે. (તસવીર સૌજન્યઃ PTI)