Mother's Day 2023: પીએમ મોદી માટે માતા હીરાબા હતા પ્રેરણાસ્ત્રોત, દરેક પ્રસંગે આશીર્વાદ લેવા પહોંચી જતા, જુઓ યાદગાર તસવીરો
Mother's Day 2023: આજે સમગ્ર દુનિયામાં આંતરરાષ્ટ્રીય મધર્સ ડેની ઉજવણી ધામધૂમથી થઇ રહી છે, ભારતથી લઇને અમેરિકા સુધી બાળકો પોતાની માંને યાદ કરીને આંતરરાષ્ટ્રીય મધર્સ ડેના પ્રસંગને ખાસ બનાવી રહ્યાં છે, ત્યારે અહીં અમે તમને એક એવી માં વિશે વાત કરી રહ્યાં છીએ જેનો દીકરો ભારત જેવા વિશ્નના સૌથી મોટા લોકશાહીનો રાજા બનેલો છે, આ વાત છે હીરાબા મોદીની. હીરાબા મોદી એક પ્રેમાળ મા તરીકે હંમેશા માટે પીએમ જ નહીં પરંતુ દેશના તમામ લોકોને યાદ રહી જશે, કેમ કે હીરાબા મોદીએ નરેન્દ્ર મોદીને એક છોકરાથી લઇને સીએમ બનવા અને બાદમાં પીએમ બનવા સુધી તમામ ક્ષણે સાથ અને આશીર્વાદ આપ્યા છે. અહીં જુઓ હીરા બા અને પીએમ મોદીની અનદેખી ખાસ તસવીરો......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆંતરરાષ્ટ્રીય મધર્સ ડેના પ્રસંગે ખાસ વાત એ છે કે, આ મધર્સ ડે પીએમ મોદી માટે પહેલો એવો મધર્સ ડે છે જ્યાં તેઓ પોતાની માતાને માત્ર યાદ કરી શકે છે, સામે જોઇ શકતા નથી, કેમ કે આ મધર્સ ડે પીએમ મોદી માટે માતા વિનાનો છે.
હીરાબા મોદીનું નિધન ગયા વર્ષે એટલે કે 30 ડિસેમ્બર 2022ના દિવસે ગાંધીનગરમાં થયુ હતુ. હીરાબાના અંતિમ સંસ્કાર વખતે ખુદ પીએમ મોદી અંતિમ ધામમાં માતાને કાંધ આપીને પહોંચ્યા હતા. આ તસવીરો ખુબ જ વાયરલ થઇ હતી.
હીરાબાનો જન્મ 18 જૂન, 1923ના દિવસે થયો હતો, અને 100 વર્ષે હીરબાનું નિધન થયુ હતુ.
પીએમ બનતા પહેલા માતાના આશીર્વાદ લેતા ગાંધીનગરમાં નરેન્દ્ર મોદી અને માતા હીરાબા
પોતાના માતા હીરાબાને ગાર્ડનમાં ફરાવીને વાર્તાલાપ કરતાં પીએમ
મુખ્યમંત્રીથી વડાપ્રધાન બન્યા બાદ માતાના આશીર્વાદ લઇ રહેલા નરેન્દ્ર મોદી
પીએમ બન્યા તે સમયે સૌથી પહેલા માતા હીરાબાને શૉલ ભેટ આપતા પીએમ મોદી
પીએમ બન્યા બાદ માતા હીરાબા સાથે જમવા બેસ્યા તે દરમિયાનની અદભૂત તસવીર
માતા હીરાબાએ પોતાના હાથે પીએમ મોદીને દીકરા તરીકે કોળીયો ખવડાવ્યો હતો તે તસવીર
નરેન્દ્ર મોદીના અભિયાનને સમર્થન અપવા માટે માતા હીરાબા ખુદ દીપ પ્રાગટ્ય કર્યુ હતું
માતા હીરાબાને જન્મદિવસ પર 100 રૂપિયાની નૉટ ભેટ આપી હતી
માતા હીરાબાના જન્મદિવસે ખુદ પીએમે મોદી ગાંધીનગર સ્થિત ઘરે પહોંચીને માતાના પગ ધોયા હતા
જીત બાદ માતા હીરાબાએ શુકનનો એક રૂપિયો આપીને પીએમ મોદીને આશીર્વાદ આપી ચાંદલો કર્યો હતો
અંતિમ ક્ષણઃ પીએમ મોદી માતા હીરાબાના નિધન બાદ ખુદ ખુલ્લા પગે ચાલીને માતા હીરાબાને કાંધ આપી હતી
શબ વાહીનીમાં માતા હીરાબાના પાર્થિવ દેહ સાથે બેસેલા પીએમ મોદીની તસવીર
અંતિમ ધામમાં માતા હીરાબાને અંગ્નિ સંસ્કાર કરી રહેલા પીએમ મોદી