6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
અધિકારીઓએ ન્યૂઝ એજન્સી PTI સાથે વાત કરતા જણાવ્યું કે મુશળધાર વરસાદને કારણે મુખ્ય અને હાર્બર કોરિડોર પર રેલવે ટ્રેક પાણીમાં ડૂબી જવાથી મધ્ય રેલવેની સબર્બન સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારે વરસાદને કારણે આટગાંવમાં રેલવે ટ્રેકની બાજુની માટી પણ ધોવાઈ ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે શાહપુરમાં લગભગ 12 ઘર આંશિક રૂપે ધસી પડ્યા. તેમણે જણાવ્યું કે ભિવંડી તાલુકામાં 40 ઘરોમાં પાણી ઘૂસી ગયું અને ગૌતેપાડામાં એક કાચું મકાન પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું.
વરસાદને ધ્યાનમાં રાખીને મુંબઈની તમામ BMC, સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં પ્રથમ સત્ર માટે રજા જાહેર કરવામાં આવી છે. પરિસ્થિતિની સમીક્ષા બાદ આગામી સત્ર માટેના નિર્ણયની જાહેરાત કરવામાં આવશે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, વરસાદને કારણે લો વિઝિબિલિટી રહી. આને ધ્યાનમાં રાખીને રનવે પર ઓપરેશન 2:22થી 3:40 સુધી સ્થગિત રહ્યું. આ દરમિયાન 27 ફ્લાઈટ્સનું ડાયવર્ઝન કરવામાં આવ્યું.
BMCએ કહ્યું કે મુંબઈમાં સવારે 1 વાગ્યાથી 7 વાગ્યા સુધી એટલે કે કુલ છ કલાકમાં વિવિધ સ્થળોએ 300 મિમીથી વધુ વરસાદ નોંધાયો છે.
IMDએ જણાવ્યું કે સોમવાર (8 જુલાઈ, 2024)ના રોજ આખો દિવસ મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે. રાત્રે વાવાઝોડું આવવાની શક્યતા છે.