ટ્રેનના કોચમાં ગંદકી છે તો અહી કરો ફરિયાદ, તરત જ થઇ જશે સફાઇ
Railway Helpline Numbers: ઘણી વખત ટ્રેનના કોચમાં ગંદકી હોય છે. આવી સ્થિતિમાં તમે તરત જ તેની ફરિયાદ કરી શકો છો. ફરિયાદ બાદ ટૂંક સમયમાં કોચની સફાઈ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે ટ્રેન ટિકિટ માટે પેમેન્ટ કરો છો પરંતુ ઘણી વખત તમને સમાન સુવિધાઓ મળતી નથી. અવારનવાર જોવા મળે છે કે કેટલાક લોકો કોચમાં ગંદકી ફેલાવે છે.
ટ્રેનના કોચમાં ફેલાયેલી આ ગંદકીને ઘણા કલાકો સુધી સાફ કરવામાં આવતી નથી મુસાફરો પણ તેની અવગણના કરે છે.
હવે જો તમારી ટ્રેનમાં ક્યારેય આવું થાય અને તમે ગંદા કોચ જુઓ, તો તમે તેને તરત જ સાફ કરાવી શકો છો.તમારા કોચને સાફ કરવા માટે તમારે આ નંબરો 7208073768/9904411439 પર ફોન કરીને ગંદકી વિશે માહિતી આપવી પડશે.
આ સિવાય તમે cleanmycoach.com વેબસાઈટ પર જઈને પણ ફરિયાદ કરી શકો છો. અહીં તમારે તમારો PNR અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.
એકવાર તમે ફરિયાદ નોંધાવો પછી 15 થી 20 મિનિટ પછી રેલ્વે ક્લીનર્સ કોચ પર આવશે અને તેને સંપૂર્ણપણે સાફ કરશે અને તમને આખી મુસાફરીમાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.