PHOTOS: PM મોદીનું પેરિસ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત, ભારતીય સમુદાય સાથે આ રીતે કરી મુલાકાત
ફ્રાન્સના પેરિસ પહોંચતા જ પીએમ મોદીનું ભારતીય લોકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ 14મી જુલાઈના રોજ બેસ્ટિલ ડેની ઉજવણીમાં વિશેષ અતિથિ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય સમય અનુસાર PM મોદી લગભગ 7.30 વાગ્યે સેનેટ પહોંચશે. અહીં સેનેટના પ્રમુખ ગેરાડ લાર્ચરને મળશે.
સેનેટ પ્રમુખ ગેરાર્ડ લાર્ચરને મળ્યા બાદ પીએમ મોદી ભારતીય સમય અનુસાર રાત્રે 8.45 વાગ્યાની આસપાસ ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન સાથે મુલાકાત કરશે. આ પછી PM મોદી લગભગ 11 વાગ્યે પ્રતિષ્ઠિત લા સીન મ્યુઝિકલમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિત કરશે. ત્યારપછી તેઓ બપોરે 12.30 વાગ્યે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત ખાનગી રાત્રિભોજન માટે એલિસી પેલેસ પહોંચશે.
પીએમ મોદીની આ મુલાકાત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર થઈ રહી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ મેક્રોન વડાપ્રધાનના સન્માનમાં રાજ્ય ભોજન સમારંભનું પણ આયોજન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાત પૂર્ણ કર્યા બાદ 15 જુલાઈએ અબુ ધાબી જશે. આ દરમિયાન તેઓ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળશે.