PM Modi Ayodhya Visit: કોણ છે મીરા માંઝી, જેના ઘરે અચાનક ચા પીવા પહોંચ્યા PM મોદી, જુઓ તસવીરો
PM Modi Ayodhya Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (30 ડિસેમ્બર) રામનગરી અયોધ્યા પહોંચ્યા હતા. પીએમ અચાનક કેન્દ્ર સરકારની 'ઉજ્જવલા યોજના'ના લાભાર્થી મીરા માંઝીને પણ મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ મોદીએ શનિવારે (30 ડિસેમ્બર) રામ મંદિરમાં અભિષેક સમારોહ પહેલા અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરતા પહેલા વડાપ્રધાને મીરા માંઝીના ઘરની મુલાકાત લીધી હતી. મીરા તેના પતિ અને સાસરિયાઓ સાથે અયોધ્યામાં રહે છે. વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા બાળકોને પણ આમંત્રણ આપ્યું છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પીએમ મોદીની મીરા માંઝીના ઘરે મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કર્યો છે. મીરા માંઝી 'ઉજ્જવલા યોજના'ના 10 કરોડમાં લાભાર્થી છે. સ્મૃતિ ઈરાનીએ વિડિયોની સાથે લખ્યું, સબંધ અને સૌહાર્દ. અયોધ્યા ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થી મીરા માંઝીને મળ્યા અને તેમને અભિનંદન પાઠવ્યા.
સમાચાર એજન્સી ANI અનુસાર, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મીરા માંઝીના ઘરે પહોંચ્યા ત્યારે પરિવાર ઘણો ખુશ હતો. પીએમ મોદીએ તેમને સરકારી યોજનાઓના ફાયદા વિશે પૂછ્યું. મીરાએ જણાવ્યું કે તેમને આ ઘર પીએમ આવાસ યોજના હેઠળ મળ્યું છે. એલપીજી સિલિન્ડર અને સ્ટવ મળ્યા છે, પહેલા તે ભઠ્ઠી પર જમવાનું બનાવતી હતી. પીવાનું પાણી ફ્રીમાં મળી રહ્યું છે.
ઉજ્જવલા યોજનાના લાભાર્થી મીરાએ કહ્યું કે તેના પતિ અને બે બાળકો સિવાય તેના પરિવારમાં તેના સાસુ અને સસરાનો સમાવેશ થાય છે. ગેસ સિલિન્ડર અને સ્ટવ મળ્યા બાદ મીરા માંઝી ખૂબ જ ખુશ દેખાઈ અને કહ્યું કે હવે તે બાળકોને જે પણ સમય બચશે તે આપી શકશે.
મીરા માંઝીએ એમ પણ કહ્યું હતું કે, તેમને એ વાતની ખબર નહોતી કે પીએમ મોદી તેમના ઘરે આવી રહ્યા છે. માત્ર એક કલાક પહેલા જ તેમને કહેવામાં આવ્યું કે કોઈ રાજકીય નેતા આવશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ મારા પરિવારના સભ્યો સાથે પણ વાત કરી હતી.
PM મોદીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીને પૂછ્યું, આજે તમે શું બનાવ્યું ? તો તેણે કહ્યું કે જમવામાં દાળ, ભાત અને શાક બનાવ્યું છે. ચા પણ બનાવી છે. પીએમ મોદીએ ઠંડીમાં ચા પીવાનું કહ્યું. ચા પીધા પછી તેમણે કહ્યું કે ખૂબ જ મીઠી છે. મીરાએ કહ્યું કે તેના હાથ ચા મીઠી જ બને છે.