Politicians Daughters: આ નેતાઓની દીકરીઓએ આગળ વધારી પિતાનો રાજકીય વારસો, દીકરાઓ રહ્યાં રાજનીતિથી દુર
નવી દિલ્હીઃ સુનિલ દત્ત અભિનેતામાંથી નેતા બની ગયા હતા, તે કોંગ્રેસ પાર્ટીના લોકસભા સાંસદ અને મનમોહન સિંહ સરકારામં રમત તથા યુવા મામલાના મંત્રી પણ રહ્યાં હતા. તેમને એક દીકરો અને બે દીકરીઓ છે. સુનિલ દત્તની રાજનીતિને તેમની દીકરી પ્રિયા દત્ત આગળ વધારી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજેપીના ચર્ચિત નેતા રહેલા પ્રમોદ મહાજનનુ વર્ષ 2006માં નિધન થઇ ગયુ હતુ. તેમના બે બાળકો છે. દીકરાનુ નામ રાહુલ મહાજન અને દીકરીનુ નામ પૂનમ મહાજન છે. પિતાની રાજનીતિક વિરાસતને દીકરી પૂનમ મહાજન આગળ વધારી રહી છે.
મહેબૂબા મુફ્તી જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રમાં ગૃહ મંત્રી રહી ચૂકેલા મુફ્તી મોહમ્મદ સઇદની દીકરી છે. મહેબૂબાના બે ભાઇ છે પરંતુ તેમના પિતાની રાજનીતિક વારસો તેને ખુદ સંભાળ્યો છે.
સોને લાલ પટેલ અપના દળના સંસ્થાપક હતા. તેમને એક દીકરો અને ત્રણ દીકરીઓ છે. પિતાની રાજનીતિને અનુપ્રિયા પટેલે સંભાળી અને આગળ વધારી. અનુપ્રિયા નરેન્દ્ર મોદી સરકારમાં કેબિનેટ મંત્રી છે.
દિવંગત સ્વતંત્રતા સેનાની અને કેટલીયવાર કેબિનેટ મંત્રી રહી ચૂકેલા બાબૂ જગજીવન રામની દીકરી છે મીરા કુમાર. ભાઇના રહેવા છતાં મીરા કુમાર પિતાના રાજનીતિક વારસાની ઉત્તરાધિકારી બની. મીરા કુમાર લોકસભા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.