ભારતીય નૌસેનાના નવા પ્રમુખ બન્યા એડમિરલ R Hari Kumar, જાણો તેમની સિદ્ધિઓ અને કામ..........
નવી દિલ્હીઃ એડમિરલ કરમબીર સિંહના સેવાનિવૃત્ત થયા બાદ એડમિરલ આર હરિ કુમારે આજે ભારતીય નૌસેનાના નવા પ્રમુખ તરીકે કાર્યભારત સંભાળી લીધો છે. તે દળની બાગડોર સંભાળતા પહેલા પશ્ચિમ નૌસેના કમાનના ફ્લેગ ઓફિશર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે કાર્યરત હતી. (તસવીરો -ANI)
Download ABP Live App and Watch All Latest Videos
View In App12 એપ્રિલ 1962એ જન્મેલા એડમિરલ કુમાર, 1લી જાન્યુઆરી 1983એ ભારતીય નૌસેનાની કાર્યકારી શાખામાં સામેલ થયા હતા. લગભગ 39 વર્ષની પોતાની લાંબી તથા વિશિષ્ટ સેવા દરમિયાન, એડમિરલ કુમારે જુદીજુદી કમાનો, સ્ટાફ અને નિર્દેશાત્મક નિયુક્તિઓમાં સેવા આપી છે. એડમિરલ કુમારની સમુદ્રી કમાનમાં તૈનાતીઓમાં ભારતીય નૌસૈન્ય પૌત (આઇએનએસ) નિશંક, મિસાઇલથી સુસજ્જિત લડાકૂ જલ પોત આઇએનએસ કોરા અને નિર્દેશિત -મિસાઇલ વિધ્વંસક આઇએનએસ રણવીર સામેલ છે. (તસવીરો -ANI)
તેમને ભારતીય નૌસેનાના વિમાનવાહક પોત આઇએનએસ વિરાટની પણ કમાન સંભાળી છે. એડમિરલ કુમાર પશ્ચિમી બેડાના ફ્લીટ ઓપરેશન ઓફિસર (એફઓસી)ના પદ પર પણ રહ્યાં છે. પશ્ચિમી નૌસૈન્ય કમાનમાં એફઓસીનો પ્રભાર સંભાળ્યા પહેલા, તે મુખ્યાલયની એકીકૃત કર્મચારી સમિતિ અને એકીકૃત રક્ષા સ્ટાફના પ્રમુખ પણ રહ્યા છે. (તસવીરો -ANI)
એડમિરલ કુમારે અમેરિકાની નેવલ વૉર કૉલેજ, મહૂની આર્મી વૉર કૉલેજ, અને બ્રિટેનના રૉયલ કૉલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝમાંથી કેટલાય પાઠ્યક્રમ પુરા કર્યા છે. તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ (પીવીએસએમ), અતિ વિશિષ્ટ સેવા મેડલ (એવીએસએમ) અને વિશિષ્ટ સેવા મેડલ (વીએસએમ)થી સન્માનિત કરવામાં આવ્યા છે. (તસવીરો -ANI)