કડકડતી ઠંડી વચ્ચે ભારતમાં અહીં ધોધમાર વરસાદ પડતાં જીનજીવન અસ્ત વ્યસ્ત, ઘરોમાં પાણી ઘૂસ્યા-12 લોકોના મોત, જુઓ તબાહીની તસવીરો.........
ચેન્નાઇઃ દક્ષિણ ભારતના તામિલનાડુમાં ભારે વરસાદે હાહાકાર મચાવી દીધો છે, ભર શિયાળામાં ભારે વરસાદ પડવાથી ચેન્નાઇમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. રાજ્યમાં ભારે વરસાદની ઘટનાઓમાં અત્યાર સુધી 12 લોકોના મોત થયાના સમાચાર છે, રાજ્યની સ્થિતિ સુધારવાને બદલે હાલ બગડી રહી છે. જુઓ તસવીરો............
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગે જાણકારી આપી છે કે ચક્રવાતી વાવાઝોડુ આજે તામિલનાડુના દરિયાકાંઠે પહોંચી શકે છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્યના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે.
રાજધાની ચેન્નાઇ અને તેની નજીકના વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે, વરસાદ હજુપણ ચાલુ જ છે.
હવામાન વિભાગે બતાવ્યુ કે ચક્રવાતી વાવાઝોડુ આજે સાંજે તામિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાથી પસાર થવાની સંભાવના છે.
આ કારણે આગામી ત્રણ થી ચાર દિવસો સુધી તામિલનાડુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પુરેપુરી સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર, કેટલાક ખાસ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે, જ્યારે મોટાભાગના સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.
આજે તિરુવલ્લુર, કલ્લાકુરિચી, સેલમ, વેલ્લોર, તિરુન્નમલાઇ, રાનીપેટ અને તિરુપુત્તર જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. વળી, તામિલનાડુના નીલગિરી, કોઇમ્બતુર, ચેંગાપલ્ટટૂ, નમક્કલ, તિરુચિરાપલ્લી, ચેન્નાઇ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડુચેરીના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે બતાવ્યુ કે, 12 થી 14 નવેમ્બરની વચ્ચે તામિલનાડુના કેટલાક વરસાદ પડવાની સંભાવના છે. જોકે, તામિલનુડના કેટલાક વિસ્તારોમાં પોંડુચેરી અને કરાઇકલમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, તામિલનાડુમાં પૂર્વોત્તર મૉનસૂનના કારણે એક ઓક્ટોબરથી અત્યાર સુધી સામાન્યથી 50 ટકા વધુ વરસાદ થઇ ચૂક્યો છે, અને 90 મુખ્ય જળાશયોમાં 53 જળાશયોમાં પાણી 76 ટકા લેવસ સુધી પહોંચી ગયુ છે.
આ સમમાં તામિલનાડુ અને પોંડુચેરીમાં 38 સેન્ટીમીટર વરસાદ નોંધાયો, જે સામાન્ય લેવલ 25 સેન્ટીમીટરથી 51 ટકા વધુ છે.