રાફેલે હવામાં બતાવી તાકાત, 30 હજાર ફૂટની ઉંચાઇએથી હવામાં જ ભર્યુ ઇંધણ, જુઓ અદભૂત તસવીરો
આ વિમાન આજે બપોરે એકથી ત્રણ વાગ્યાની વચ્ચે અંબાલા પહોંચશે, અહીં એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા એક ઔપચારિક સમારોહમાં આ વિમાનોને રિસીવ કરશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતના પાંચ રાફેલ લડાકૂ વિમાનનો પહેલો જથ્થો સોમવારે ફ્રાન્સથી રવાના થયો હતો. ભારતીય વાયુસેનાના એક અધિકારીઓ કહ્યું કે, આ જથ્થામા ત્રણ એક સીટ વાળા અને બે વિમાન બે સીટ વાળા છે.
રાફેલ વિમાનોના પહેલ જથ્થાને યુએઇમાં ફ્રાન્સિસી મિલિટ્રી બેઝ પર હૉલ્ટ પણ કરવામાં આવ્યો. વાયુસેનાના પૂર્વ પ્રવક્તા, ગૃપ કેપ્ટન સંદીપ મહેતા અનુસાર, પાંચેય રાફેલ વિમાનોને સીધા અંબાલા લાવવા માટે ઓછમાં ઓછી આઠ(8) વાર રિફ્યૂલ-ટેન્કર્સ (એરક્રાફ્ટ)ની જરૂર પડશે.
Indian_Embassyએ લખ્યું 30,000 ફૂટથી કેટલાક શૉટ્સ.... ભારત તરફ આવતા આ રાફેલ જેટ્સમાં વચ્ચે હવામાં જ ઇંધણ ભરવામાં આવ્યુ. રાફેલ લડાકૂ સાથે સાથે બે ફ્રાન્સિસી ફ્યૂલ ટેન્કરો પણ આવી રહ્યાં છે. આના માધ્યમથી આકાશમાં જ રિફ્યૂલિંગ કરવામાં આવ્યુ. જુઓ અદભૂત તસવીરો...
ખાસ વાત છે કે આ રાફેલ ફાઇટર જેટની તાકાતનો પહેલો નમૂનો સામે આવ્યો છે. હવાઇ સફર દરમિયાન આ વિમાનોએ હવામાં જ ઇંધણ ભર્યુ. ફ્રાન્સમાં ભારતની એમ્બેસીના ટ્વીટર હેન્ડલ પરથી અદભૂત તસવીરો ટ્વીટ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ પાંચ રાફેલ વિમાનો ફ્રાન્સથી આજે ભારત આવી રહ્યાં છે. ભારત આવ્યા બાદ તે અંબાલા એરબેઝ પર તૈનાત કરાશે. લગભગ સાત હજાર કિલોમીટરના ઉડાન બાદ આજે અંબાલા એરબેઝ પર બપોરે પહોંચશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -