સાવધાન શરીર માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે દૂધનું સેવન, થઇ શકે છે આ તકલીફ
શરીરને સ્વસ્થ બનાવવા માટે બાળપણથી દૂઘ પીવાની સલાહ અપાઇ છે. દૂધમાં ભરપૂર પોષક તત્વો છે. જે હાડકાને મજબૂત કરે છે. દૂધના માધ્યમથી શરીરમાં આવશ્યક કેટલાક પોષક તત્વોની પૂર્તિ સરળતાથી કરી શકો છો. દૂધ ડાયાબિટિસ અને હૃદય રોગના દર્દી માટે પણ ફાયદાકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુધના ફાયદાની સાથે નુકસાન પણ છે. અધિક માત્રામાં દૂધનું સેવન શરીર માટે હાનિકારક છે. જે લોકોને દૂધમાં મોજૂદ કેસઇન પ્રોટીન પચતું નથી. તેવા લોકોને દૂધનું સેવન ન કરવું જોઇએ. કારણ કે તેનાથી જુદી જુદી સમસ્યા થાય છે.
વર્ષ 2019માં થયેલા રિસર્ચ મુજબ લો ફેટ કે સ્કિમ મિલ્કનું વધુ સેવન ખીલની સમસ્યાને વધારે છે. ડેરી પ્રોડક્ટનું વધુ સેવન ખીલની સમસ્યાને વઘારે છે.
એક અન્ય અધ્યયનનું તારણ છે કે, ડેરી પ્રોડક્ટનું વધુ સેવન કરવાથી ત્વચા સંબંઘિત અનેક સમસ્યા થઇ શકે છે. સોરિયાસિસની સમસ્યા થઇ શકે છે. દૂધનું સેવન ત્યારે જ લાભકારી બને છે.જ્યાં સુધી તેને સમિતિ માત્રામાં પીવામાં આવે.
નિષ્ણાતનો અનુમાન છે કે, 5 ટકા બાળકોને દૂધથી એલર્જી થઇ શકે છે. જે ત્વચામાં અનેક પ્રકારના રિએકશનનું કારણ બની શકે છે. બાળકોની જેમ વયસ્કોને પણ દૂધથી એલર્જી થઇ શકે છે. જો આપને દૂધ પીધાં બાદ સ્કિનમાં કોઇ પ્રકારનું રિએકશન જોવા મળે તો તે દૂધના કારણે હોઇ શકે છે.